*કામરેજ ચાર રસ્તાની રામકબીર હાઈસ્કૂલમાં મોડેલ ટેસ્ટ ઇનામ વિતરણ અને વિદાય શુભેચ્છા સમારોહ યોજાયો.

————————————————-
શ્રી ભારતીય વિદ્યામંડળ સંચાલિત કામરેજ ચાર રસ્તા સ્થિત શ્રીરામકબીર હાઈસ્કૂલમાં કામરેજ, પલસાણા તાલુકાની જુદી જુદી શાળાઓ માથી ધો.10 અને ધો. 12 ની મોડલ ટેસ્ટ કે.વી.મહેતા હાઈસ્કૂલ, ચલથાણ, બી.એન.બી.હાઈસ્કૂલ વાવ, પટેલ ર. સા. વિદ્યાલય ઓરણા, એમ.એ.આઇ હાઈસ્કૂલ ખોલવડ, આશ્રમ શાળા ડુંગરા, ડી. આર. જી. ડી.હાઈસ્કૂલ સાયણ, ટકારમા હાઇસ્કૂલ ઓલપાડ, તેમજ રામકબીર શાળાના મળીને કુલ 755 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ધોરણ 10 માં પ્રથમ ત્રણ ક્રમે જોષી મીત 95.83%, પટેલ મીત 93.96 %, ટેલર ધ્વનિ 92.71% તેમજ અન્ય શાળાના વિભાગમાંથી અટોદરિયા ભક્તિ ચલથાણ 92.08%, સૈયદ ઉમ્મેમહિરા ખોલવડ 87.50%, ગરાસીયા દર્શિલ સાયણ 87.50 %, સોલંકી તનિષા 86.88% ઓરણા ના વિદ્યાર્થીઓએ આ પરિણામ મેળવ્યું હતું. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પ્રથમ ત્રણ ક્રમે રામકબીર શાળાના પટેલ મૈત્રી 94.40%, કુકડીયા હસ્તી 94.20 %,જોષી ધ્યાત 93% અને વિજ્ઞાન પ્રવાહ પ્રથમ ત્રણ ક્રમે ગેવરીયા નીલ 88.20 %, પટેલ ઓમ 81.80 %, કડછી હેત 81% મેળવ્યા હતા. રામકબીર શાળાના તેમજ અન્ય શાળાના વિષયવાર સર્વોચ્ચ ગુણ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને સન્માનપત્ર અને ટ્રોફી અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા.
સદર કાર્યક્રમમાં એમએઆઇ સ્કૂલ ખોલવડના આચાર્ય અમિન તૈલી, ઓરણા હાઇસ્કૂલના મહેશભાઈ ખેર, કોટવાલ હાઇસ્કૂલ, બૌધાન ના યુવરાજસિંહ ધોડાદરીયા, SUV કેમ્પસ વલથાણના મેનેજિંગ ડિરેક્ટર ડો.જગદીશભાઈ ચાવડા અને સીબીએસસી અંગ્રેજી માધ્યમના આચાર્ય મનીષભાઈ તેમજ નિવૃત્ત આચાર્ય કચ્છ ના પી.એસ. પટેલ, સામાજિક કાર્યકર ભરતભાઈ ચૌધરી, કમલેશભાઈ તલસાણીયા તેમજ કામરેજ ની જુદી જુદી સોસાયટીઓના પ્રમુખશ્રી,મંત્રીઓ, અન્ય શાળાના વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
કાર્યક્રમના અદ્દભુત આયોજન માટે હાજર રહેલ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના AEI શ્રી પિનાકીનભાઈ પટેલ, આચાર્યમિત્રો ,અન્ય શાળાના શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ શ્રી ભારતીય વિદ્યામંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ ભક્ત, માનદ્દમંત્રી શ્રી પરેશભાઈ ભક્ત, ખજાનચી શ્રી જીગ્નેશભાઈ ભક્તે શાળાના આચાર્યશ્રી શૈલેષભાઈ દેસાઈ,મા. વિ.ના નિરીક્ષક શ્રી જયંતીભાઈ પટેલ,ઉ. મા. વિ. નિરીક્ષક શ્રી કેતનભાઇ દેસાઈ તેમજ સમગ્ર શ્રી રામકબીર શાળા પરિવારને અભિનંદન આપી ધો. 10 અને ધો.12 ની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલ વિદ્યાર્થી મિત્રોને ઉચ્ચ પરિણામ મેળવી વ્યક્તિગત, માતા-પિતા, શાળા તેમજ સમાજનું નામ રોશન કરી આદર્શ નાગરિક બને તે માટે શુભેચ્છા પાઠવી હતી.






