તા ૧૧/૦૨/૨૦૨૫ ના રોજ શ્રેય ચેરીટેબલ ટ્રસ્ટ ઉચ્છલ વતી પ્રાથમિક શાળા સુંદરપુર તા. ઉચ્છલ.જી.તાપી ખાતે આચાર્ય શ્રી અનિલભાઈ ગામીત ના માર્ગદર્શન હેઠળ અને તેમની સાથે બાળકો ના રિપોર્ટ કાર્ડ વિશે ચર્ચા વિચારણા કરી એવા હોશિયાર અને આગળ ભણી શકે એવા અનાથ અને જેના પિતા નથી એવા ચાર નીર્ધાર બાળકો રોહિતભાઈ આનંદભાઈ વસાવા, એસ્ત્રા બેન રમેશભાઈ ગામીત,માહિબેન યોહશ્વાભાઈ ગામીત તેમજ મોહિતભાઈ આનંદભાઈ વસાવાને શ્રેય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ 2025-26 માટે યુનિફોર્મ સીવડાવા માટે નો સંપૂર્ણ ખર્ચ તેમજ આવનાર વાર્ષિક પરીક્ષા માટે પેડ, પેન અને કંપાસ આપી આર્થિક મદદ કરવા માં આવી. તેમજ શ્રેય ચેરિટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી મંડળ વતી ભણવા માટે સતત પ્રયત્નશીલ તેમજ ખૂબ મહેનત કરશો એવા આશીર્વાદ આપવામાં આવ્યા. તેમજ જો ભવિષ્ય માં એમને કોઈ પણ ભણતર માં મદદ ની જરૂર હશે તો શ્રેય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેમને હંમેશા મદદરૂપ થવા માટે બાંહેધરી પ્રમુખ શ્રી લેહેમભાઈ ગામીત દ્વારા આપવા માં આવી એમની ટીમ દ્વારા સેવા માટેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા માં આવ્યું. તેમજ આવનાર સમય માં બીજી સ્કૂલો માં આવા બાળકો ને મદદ કરવા માં આવશે એવું વધુ માં પ્રમુખ શ્રી એ જણાવ્યું હતું.આ કામ માં સહકાર આપનારા તમામ સ્ટાફ નો હૃદયપૂર્વક આભાર માનાવા માં આવ્યો.






