તાપી જિલ્લાના મદાવ હેલિપેડ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલનું આગમન*

*મદાવ હેલિપેડ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલનું આગમન*



*રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માભેર સ્વાગત*

બ્યુરો, તાપી, તા. 25: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ૭૬મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અને તેને સંલગ્ન વિશેષ કાર્યક્રમોમાં સહભાગી થવા તાપી જિલ્લાના મહેમાન બન્યા હતા. ગણતંત્ર દિન ઉજવણી નિમિત્તે વ્યારા પધારેલા રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીનું મદાવ હેલિપેડ પર આગમન થતાં તેઓનું પુષ્પગુચ્છ સાથે ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.

જિ.પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, વ્યારા નગરપાલિકા પ્રમુખ શ્રી રીતેષ ઉપાધ્યાય, ધારાસભ્ય સર્વ શ્રી મોહનભાઈ કોંકણી, મોહનભાઈ ઢોડિયા, ડૉ. જયરામભાઈ ગામીત,જિલ્લા કલેકટર ડૉ. વિપિન ગર્ગ, રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહ,જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી.એન.શાહ, પ્રાયોજના વહીવટદાર શ્રી રામનીવાસ બગુલિયા સહિત વરિષ્ઠ અધિકારીઓએ બંને મહાનુભાવોને હેલિપેડ ખાતે આવકાર્યા હતા.

ગુજરાત   આત્મીયતા ન્યુઝ. તાપી 

એડિટર :-હિમાંશુ ઠાકોર – 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल