76માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી : તાપી જિલ્લો* — *વ્યારા નગર દેશભક્તિના રંગે રંગાયું : સરકારી કચેરીઓ લાઇટોની રોશનીથી ઝગમગી ઊઠી* –

*76માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી : તાપી જિલ્લો*

*વ્યારા નગર દેશભક્તિના રંગે રંગાયું : સરકારી કચેરીઓ લાઇટોની રોશનીથી ઝગમગી ઊઠી*

*દેશની સંસ્કૃતિ અને પ્રગતિને પ્રતિબિંબિત કરતી રંગોળીને સ્માર્ટફોનમાં કેદ કરતાં પ્રજાજનો*

*રંગબેરંગી લાઈટોની જેમ ખુશી અને ઉત્સાહથી ઝળહળતાં પ્રજાજનોના ચેહરા તાપી જિલ્લાની એકતા અને ભવ્યતાના દર્શન કરાવે છે*

બ્યુરો, તાપી :- પ્રજાસત્તાક દિવસની ઉજવણીને લઈને નાગરિકોમાં દેશભક્તિનું જુવાળ સાથે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વખતે 76 માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી તાપી જિલ્લામાં થવા જઈ રહી છે, ત્યારે સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોને રંગબેરંગી લાઈટો અને આકર્ષક રંગોળીઓ દ્વારા સજાવવામાં આવી છે. રાષ્ટ્ર પર્વને લઈને વ્યારા ટાઉનને જેવી રીતે સુશોભિત કરવામાં આવ્યો છે, તે મહિલાઓ, બાળકો, યુવાનો સહિત નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

આ સુંદર સુશોભને નાગરિકોના હૃદયમાં દેશભક્તિની નવી ઉર્જા જગાવી છે. તાપી જિલ્લા સેવા સદનના પટાંગણમાં તૈયાર કરવામાં આવેલી દેશની સંસ્કૃતિ અને પ્રગતિને ઉજાગર કરતી રંગોળી માત્ર કલા જ નહીં, દેશપ્રેમનું ઉત્તમ ઉદાહરણ છે. આ યાદગાર ક્ષણોને લોકો પોતાના સ્માર્ટ ફોનમાં કેદ કરી રહ્યા છે. પ્રકૃતિ, સંસ્કૃતિ અને શક્તિના સંગમ એવા તાપી જિલ્લાના નાગરિકો દેશભક્તિના રંગે રંગાયા છે.

રંગબેરંગી લાઈટોથી ઝગમગતા જિલ્લા સેવા સદનના પટાંગણની જેમ નગરજનોના ચહેરા ખુશી અને ઉત્સાહથી ઝળહળી ઉઠ્યા છે. આ ક્ષણ તાપી જિલ્લાની એકતા અને ભવ્યતાને ઉજાગર કરી રહી છે.

000

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल