ગાંધીનગર ખાતે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક હેલ્થ (IIPHG) દ્વારા હેલ્થ ડિપ્લોમસી વિષય પર સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહીને વિવિધ દેશોથી પધારેલા રાજદૂતો, પ્રતિનિધિઓ અને આરોગ્ય ક્ષેત્રના તજજ્ઞોનું ગુજરાતની ભૂમિ પર સ્વાગત કર્યું.

ભારત સરકારના વિદેશ મંત્રાલય અંતર્ગત પબ્લિક પોલિસી અને રિસર્ચ ડિવિઝનના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ અંતર્ગત, હેલ્થ સીસ્ટમ સામેના પડકારો તેમજ ગ્લોબલ સાઉથમાં અરોગ્ય ક્ષેત્રે શૈક્ષણિક સંસ્થાઓનું યોગદાન અને ગ્લોબલ સાઉથમાં ભારતની હેલ્થ ડિપ્લોમસી જેવા વિષયો પર ચિંતન થઈ રહ્યું છે.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતના આરોગ્ય ક્ષેત્રની કાયાપલટ થઈ છે. આયુષ્માન ભારત યોજના થકી સામાન્ય નાગરિક માટે વિના મૂલ્યે ગુણવત્તાસભર આરોગ્ય સારવાર મેળવવી સંભવ બની છે. કોવિડ મહામારી દરમિયાન કરોડો દેશવાસીઓનું વિના મૂલ્યે રસીકરણ કરીને તેમજ અન્ય દેશોને પણ વેક્સિન પહોંચાડીને ભારતે એફિશિયન્ટ પબ્લિક હેલ્થ મેનેજમેન્ટનો દાખલો બેસાડ્યો છે.

આ બે-દિવસીય સંવાદ કાર્યક્રમમાં થનાર ચિંતન આરોગ્ય ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ભારતની ભૂમિકા વધુ મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. આ કાર્યક્રમનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું, તે બદલ વિદેશ મંત્રાલયનો આભાર વ્યક્ત કરું છું.

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल