*અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ બરવાળા દ્વારા પ્રતિભા સન્માન સમારોહ સંપન્ન થયો.*
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બોટાદ પ્રેરિત રાષ્ટ્રીય શૈ.મહાસંઘ બરવાળા આયોજિત
“શ્રેષ્ઠ પ્રતિભા સન્માન -2024/’25 વહિયા પ્રાથમિક શાળામા તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ચરિતાર્થ થયું.
આ ઉત્તમ ઉપક્રમમા બરવાળા તાલુકા શિક્ષણ પરિવારના નીચે મુજબના ગુરુજનોનું ખૂબ આદર સાથે સન્માન કરવામાં આવ્યું…*કલા ઉત્સવ -2024* (માર્ગદર્શક શ્રી વાદન ,બાળ કવિ,ચિત્ર,ગાયન) 1.શ્રી પ્રકાશભાઈ દલવાડી ( શ્રી ચાચરિયા પ્રાથમિક શાળા) 2.શ્રી ધવલભાઈ પિપાવત( કુમાર પે.સેન્ટર શાળા) 3. શ્રીમતી મૌસમબેન ગઢાદરા (શ્રી વિ.એમ.સાકરિયા શાળા રામપરા ) 4.શ્રી ગોવિંદભાઈ ડાભી ( શ્રી ચાચરિયા પ્રાથમિક શાળા) *બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન -2024* *બાળ વૈજ્ઞાનિકના માર્ગદર્શક અને પ્રેરક એવા સન્માનિત સારસ્વતો* 1.શ્રી સેજલબેન ઘર્માકર (શ્રી વાઢેળા પ્રાથમિક શાળા) 2.શ્રી સ્નેહલબેન શાહ ( શ્રી ભીમનાથ પ્રાથમિક શાળા) 3.શ્રી ચૈતાલીબેન રોહેલા (તાલુકા શાળા બરવાળા ) 4.શ્રી જલ્પાબેન ડોડિયા ( શ્રી ખમીદાણા પ્રાથમિક શાળા)
5.શ્રી કૌશલભાઈ મહેતલિયા ( શ્રી નવા નાવડા પ્રાથમિક શાળા)
બાળકોના સર્વાંગી વિકાસ સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિની ખિલવણી માટે બહુમૂલ્ય પ્રદાન બદલ આ સૌ મિત્રોનું *શ્રેષ્ઠ પ્રતિભા*તરીકે સન્માન કરવામાં આવ્યું…આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બોટાદ જિલ્લાની પ્રેરણાથી બરવાળા તાલુકા રાષ્ટ્રીય શૈ.મહાસંઘના અધ્યક્ષ અને બોટાદ તથા ગુજરાતનું ગોરવ અને નેશનલ ઍવોર્ડિત શિક્ષક શ્રી પ્રવીણભાઈ ખાચર અને મંત્રી શ્રી હરપાલસિંહ ચુડાસમાના કુશળ માર્ગદર્શન હેઠળ થકી ચરિતાર્થ થયું.
ગુજરાત આત્મીયતા ન્યુઝ બોટાદ
રીપોર્ટર : -કનુભાઈ ખાચર