*શ્રી શાંતારામ ભટ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ, મોતામાં સવાઈ ગુજરાતી કાકાસાહેબ કાલેલકરની જન્મજયંતિ નિમિત્તે નિબંધ સ્પર્ધા યોજાય*
દત્તાત્રેય બાકૃષ્ણ કાલેલકર કે જેઓ નિબંધકાર, શિક્ષણશાસ્ત્રી, પત્રકાર, સ્વતંત્રતાસેનાની હતા. તેમના જીવન અને કવન વિશે વિદ્યાર્થીઓ જાણે તે હેતુ ફલિતાર્થ કરવા તારીખ ૩૦/૧૧/૨૪ ને શનિવારે આ સ્પર્ધા ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવી હતી. તેમાં વિદ્યાર્થીઓની ભાષા સજ્જતા અને વિચારશક્તિ ના વિકાસ માટે યોજવામાં આવેલી આ સ્પર્ધા માટે શાળાના મંત્રીશ્રી રમેશભાઈ પટેલ, પ્રમુખશ્રી નવીનભાઈ પટેલ અને શાળાના આચાર્યા શ્રીમતિ દીપિકાબહેન દેસાઈએ બાળકોને અભિનંદન પાઠવી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.