ઓલપાડ તાલુકાના ટકારમાં ગામના વતની કૌશિકા પટેલે જિલ્લા કક્ષા ના ભૂલકાં મેળામાં સર્જનાત્મક કૃતિ માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો.

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

ઓલપાડ તાલુકાના ટકારમાં ગામના વતની કૌશિકા પટેલે જિલ્લા કક્ષા ના ભૂલકાં મેળામાં સર્જનાત્મક કૃતિ માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ડંકો વગાડ્યો.

ભૂલકા મેળાનું મહત્વ:- પૂર્વ પ્રાથમિક શિક્ષણના પ્રોજેક્ટ “પા પા પગલી” અંતર્ગત બાળકોના સર્વાગી વિકાસ અને તેનું આંકલન કરવાનું થાય છે. તેમજ વાલીને તે અંગે માહિતગાર કરી બાળકના સર્વાંગી વિકાસની જાણકારી આપવાની રહે છે. આ સાથે તેમની બાળ ઉછેરમાં ભૂમિકા પણ સમજાવવી જરૂરી બને છે. બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવેલ આંગણવાડીના અભ્યાસક્રમ આધારિત શૈક્ષણિક સામગ્રી જે જાતે બનાવી શકાય અને ઘરમાં પણ ઉપલબ્ધ હોય તેવી સામગ્રીથી શીખવા અને શીખવાના સાધનોને રમતો બનાવી પ્રદર્શન રૂપે વાલીને માહિતી આપાય છે.

ભૂલકા મેળાનો હેતુ- વાલી મિત્રો બાળકના સર્વાંગી વિકાસ અને ડેવલોપમેન્ટ અંગે માહિતી મેળવી શકે. ઘરમાં શૈક્ષણિક વાતાવરણ પૂરૂં પડે.બાળક મુક્ત,આનંદ અને સર્વાંગી વિકાસની વિવિધ પ્રવૃતિઓ થકી અનુભવ મેળવી શકે.આંગણવાડીમાં નિયમિત આવવા બાબતે રસ અને ઉત્સાહ કેળવાય તે માટે ભૂલકા મેળાનું આયોજન કરાય છે.
આંગણવાડી માં આવતા ૩ થી ૬ વર્ષ નાં બાળકો નાં સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવુતિ દ્વારા શિક્ષણ અપાય છે તે હેતુ સર ભૂલકાં મેળા માં અભીનાયગીત, બાળગીત, ઉખાણાં, વાર્તા અને ‘ પપેટ શો’ જેવી અભ્યાસ ક્રમ ની થીમ આધારિત સર્જનાત્મક કૃતિ રજુ કરવામાં આવી હતી.જેમાં કૌશિકા પટેલ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે

Share this post:

खबरें और भी हैं...

શ્રી કારડિયા રાજપુત સમાજ દ્વારા ‘માઁ ભવાની સંસ્થાન’ ના ઉપક્રમે એક ભવ્ય શૈક્ષણિક સંકુલનું નિર્માણ ખાતમુહૂર્ત કાર્યક્રમ ભાવનગર ખાતે મુખ્યમંત્રી પટેલ ની વિશેષ ઉપસ્થિતિમા કાર્યક્રમ સંપન્ન થયો

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल