*તાપી જિલ્લા સેવસદન સભાખંડ ખાતે કામકાજના સ્થળે જાતિય સતામણી-૨૦૧૩ અતંર્ગત સેમિનાર યોજાયો*
–
*જિલ્લાની દરેક કચેરીઓમાં મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ હેઠળની સમિતી બનાવવા અને બોર્ડ લગાવવા અનુરોધ કરાયો*
–
*માહિતી બ્યુરો,તાપી તા.27/11/2024
તાપી જિલ્લા સેવસદન સભાખંડ ખાતે કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ તથા SHE-Box પર ફરીયાદ કરવા અંગે જાગૃતતા લાવવા માટે કાયદાકિય સેમિનાર યોજાયો હતો.તા.૨૫ નવેમ્બર (International Day for the Elimination of Violence Against Women) થી ૧૦ ડીસેમ્બર (Human Rights Day ) સુધી મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદી અભિયાન અંતર્ગત ૧૬ દિવસ સુધી મહિલાઓ અને કિશોરીઓ પર થતી જાતિગત હિંસા સંબંધિત મુદ્દાઓને અનુલક્ષી કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે.
કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત નોંધાવતા સેક્રેટરી ડીએલેએસએ મે.શ્રી જિમ્મી મહેતાએ કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ ને અનુલક્ષીને ઉપસ્થિત સૌને જિલ્લા સ્તરે તમામ સરકારી/ખાનગી/શૈક્ષણિક તેમજ ઔધોગિક સંસ્થાઓમાં આંતરિક સમિતીની રચના સુનિશ્ચિત કરવી તેમજ સમિતિની બેઠકનું આયોજન કરવુ, જિલ્લા કચેરીઓમાં રચાયેલી આંતરિક સમિતિ અને કાયદાની જોગવાઈઓની માહિતી દર્શાવતા બોર્ડ દરેક કાર્ય સ્થળ પર વંચાય તે રીતે લગાવવા જણાવ્યું હતું.
વધુમાં તેઓશ્રીએ આ કાયદા હેઠળ ફરીયાદ નોંધણીની પ્રક્રિયા અને કાયદાના ઉલ્લંઘન બદલ થતી શિક્ષા સહિત મહિલાઓએ જાગૃત અને મજબુત બની તેમની સાથે થતા જાતિય સતામણી અંગે આંતરિક સમિતિ અથવા પોલિસ ફરિયાદ કરવા અંગે પ્રોત્સાહન પુરું પાડ્યું હતું.
ચીફ લીગલ એઈડ ડિફેન્સ કાઉન્સિલ શ્રી નિલેશ જે. પટેલ દ્વારા કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી (નિવારણ, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ, 2013 અંતર્ગત વિવિધ કચેરીઓમાં કમિટીની રચના કઈ રીતે કરવી, કેટલા સભ્યોની કરવી તથા તેમાં કઈ રીતે ફરિયાદ લેવી જોઈએ, ફરિયાદ આવ્યા બાદ શું કાર્યવાહી કરવી તે સંબંધિત માહિતી પૂરી પાડવામાં આવી હતી.
જિલ્લા મહીલા અને બાળ અધિકારીશ્રી સુલોચના પટેલે જિલ્લાની તમામ કચેરીઓમાં આંતરિક સમિતિની અવશ્ય રચના કરવા અને તેની માહિતી મહિલા અને બાળ કચેરીમાં પહોચતી કરવા અનુરોધ કર્યો હતો. અંતે ઉપસ્થિત સૌએ બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંગેની શપથ ગ્રહણ કરી હતી.
આ સેમિનારમાં નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર.બોરડ,જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી સહિત વિવિધ કચેરીઓમાથી અધિકારી-કર્મચરીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વ્યારા : ગુજરાત આત્મીયતા ન્યુઝ
9016924808