શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ દ્વારા માતૃભાષા સંવર્ધન અંતર્ગત સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું.
કવિ શ્રી બોટાદકર ની જન્મ જયંતીના દિવસે શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠમાં પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 નિર્મળા બા ના આશીર્વાદ થી તથા પરમ પૂજ્ય ભયલુ બાપુ ની પ્રેરણાથી તથા ટ્રસ્ટી અરવિંદ ભાઇ ચાંદપરા, ટ્રસ્ટી મહાવીર ભાઇ ખાચર અને જાણીતા ઇનોવેટેડ શિક્ષક પ્રવીણ ભાઈ ખાચર ની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાતી ભાષા શિક્ષણના જાણીતા તજજ્ઞ ઉમાકાંત રાજયગુરું ભાષા સજ્જતા અંતર્ગત વિદ્યાર્થીઓ માટે તેમજ શિક્ષક ભાઈ બહેનો માટે જોડણી અને વ્યાકરણ અનુસંધાને પાયાના શાસ્ત્રીય નિયમોની ઉદાહરણ સાથે સમજ આપી હતી. તથા શિક્ષકની સજ્જતા માટે અધ્યાપનના ઉત્તમ કૌશલ્યો કેવી રીતના કેળવવા તે સંદર્ભે ઊંડાણપૂર્વકનું સુંદર જ્ઞાન આપ્યું હતું.
આ પ્રસંગે પ્રવીણભાઈ ખાચરે પ્રસંગિક ઉદબોદન કરી ઉમાકાંત ભાઈનો સરસ પરિચય આપ્યો હતો.
શાળા મેનેજમેન્ટ નો પોતાની માતૃભાષા માટેનો ઉત્તમ અભિગમ પ્રસ્તુત થયો હતો. તથા શાળાના ટ્રસ્ટી અરવિંદભાઈ ચાંદપરા તથા મહાવીર ભાઈ ખાચર જણાવ્યું હતું કે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શાળાની અંદર અભ્યાસ સાથોસાથ વિદ્યાર્થીના જીવનમાં ઉમદા મૂલ્યોનું સિંચન થાય તેવા કાર્યક્રમો કરતા રહેવા.
સાથોસાથ ઝવેરચંદ મેઘાણી ના પપૌત્ર પિનાકીન ભાઈ મેઘાણી અને જાણીતા લોકગાયક અભેસંગભાઈ રાઠોડ શાળાના ટ્રસ્ટીઓ અને શાળાના સારસ્વત મિત્રો સાથે શુભેચ્છા ગોષ્ઠી કરી હતી. અને શાળા દ્વારા થતા ભાષા સંવર્ધનના ઉત્તમ કાર્યને બિરદાવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શાળા ના ડાયરેક્ટર સંજયભાઈ પટેલ તથા પ્રિન્સિપાલ વી. કે. મહેતા અને સમગ્ર સ્ટાફ મિત્રોએ કર્યું હતું.
અહેવાલ કનુભાઈ ખાચર