તા. 24/11/2024 મહુવા
સુરત જિલ્લાના મહુવા તાલુકાના મિયાપુર ખાતે જય ભવાની યુવક મંડળ દ્વારા “મિયાપુર કબડ્ડી પ્રીમિયર લીગ સીઝન -1 ” નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કુલ ટીમોએ ભાગ લીધો હતો.આ ટુર્નામેન્ટમાં મોગરા ગામની ટીમ વિજય થઇ હતી અને ઉમરાગામની ટીમ રનર્સઅપ રહેલ હતી .
આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઇ નાયક, માજી જિલ્લા પંચાયત સભ્ય વિપુલભાઇ પટેલ, મહુવા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અનિલભાઈ પટેલ અને ડે. સરપંચ મોહસીનભાઈ ચૌહાણ , પિયાપુર ગ્રામ પંચાયતના સરપંચ મુન્નીબેન ચૌધરી,JSD ડેવલોપર્સનાં આનંદભાઇ પટેલ, તેજશભાઈ પટેલ, જયેશભાઇ પટેલ, પીનલભાઈ પટેલ,નીતિનભાઈ ગરાસિયા, ભવાની યુવક મંડળના આગેવાનો સહીત સ્થાનિક અને આજુબાજુના ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડીઓ ને પ્રોત્સાહન આપ્યું હતું.