અંકલેશ્વર ખાતે સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કૂલ ખાતે વાલીશ્રીઓનો શાનદાર રમતોત્સવ ઉજવાયો.
આપણા સનાતન આધ્યાત્મિક શાસ્ત્રોએ માત્ર ભક્તિને જ પ્રાધાન્યતા આપી છે એવું નથી પરંતુ સાથે સાથે સ્વસ્થ, નિરોગી અને મજબૂત સમાજનું પણ નિર્માણ કર્યું છે. ત્યારે આપણા ઋષિમુનિઓએ *સર્વે સન્તું નિરામયાઃ* આ સુત્ર આપીને આરોગ્યક્ષેત્રે માનવકલ્યાણનું ખરા અર્થમાં પોષણ કર્યું છે. એ જ સૂત્રને સાકારિત કરતું ગુરુકુલ પરિસરમાં બાળકોના માતા-પિતાનો શિયાળુ રમતોત્સવ ઉત્સાહભેર ઉજવાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે સંસ્થાના સંસ્થાપક પૂજ્ય ગુરુજી સ્વામી કૃષ્ણસ્વરૂપ શાસ્ત્રીજી એવમ ટ્રસ્ટી કિશોરભાઈ પાનસુરીયાએ સૌને ખુબ ખુબ ઢ અભિનંદન પાઠવ્યા હતા. વાલીશ્રીઓએ રમતગમતની દરેક ઇવેન્ટમાં દિલથી ભાગ લઈને શાળાના આચાર્યાશ્રી અમિતા બેન, હેમલતા બેન, અલ્કા બેન તથા શિક્ષકમિત્રોની મહેનતથી કાર્યક્રમ સંપન્ન થયો છે.
રીપોર્ટ:- કનુભાઈ ખાચર