તાપી : અધિક નિવાસી કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇકલેકટરશ્રી આર.આર. બોરડના અધ્યક્ષસ્થાને જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી.

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

નિવાસી કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

કલેકટરશ્રી આર.આર. બોરડના અધ્યક્ષસ્થાને જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી.

તાપી જીલ્લો રાશન ઈ-કેવાયસી પરફોર્મન્સમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે છે.
માહિતી બ્યુરો,તાપી તા.૧૬
અધિક નિવાસી કલેકટરશ્રી આર.આર. બોરડના અધ્યક્ષસ્થાને જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં ગ્રામ્ય તથા તાલુકા કક્ષાની તકેદારી સમિતિની રચના તેમજ બેઠક મળવા બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. વ્યાજબી ભાવોની દુકાનમાં તમામ ગ્રાહકો માટે ઈ-કેવાયસી ફરજીયાત થાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી. પુરવઠા અધિકારીશ્રીએ નિવાસી અધિક કલેકટરશ્રીને માહિતગાર કર્યા હતા કે આપણો જીલ્લો ઈ-કેવાયસીની બાબતમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે છે. ગત માસે તાપી જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામત કાયદા હેઠળ ૯૭.૪૫ ટકા રેશનકાર્ડ ધારકોએ ગત માસમાં જિલ્લાની તમામ વ્યાજબી ભાવની દુકાનો ખાતેથી અનાજ પ્રાપ્ત કર્યું છે તેમ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

FPS દ્વારા ૧૦૦% આધાર વેરિફાઇડ અનાજનું વિતરણ કરવા અંગે, જરૂરી જગ્યાએ રેશનિંગ દુકાનોના સ્થળમાં ફેરફાર કરવા અંગે, ચાર્જમાં ચાલતી વ્યાજબી ભાવની દુકાનોની સમીક્ષા તથા છેલ્લા માસ દરમિયાન NFSA હેઠળ નવા સમાવેશ થયેલ રેશનકાર્ડ, વ્યાજબ ભાવોની દુકાનોની તાપાસણી, વન નેશન વન કાર્ડના લાભાર્થીઓમાં થતા વધારા અંગે વિગતવાર ચર્ચાઓ કરી સૂચનો કર્યા હતા. ઉપરાંત અધિક નિવાસી કલેકટરશ્રીએ પ્રાંત અધિકારીશ્રીઓ દુકાનો પર અને સ્થળ પર તપાસ કરે તેવી ટકોર કરી હતી. ખાંડ, મીઠું, ઘઉ, તેમજ તેલ જેવા આનજની ગુણવતા ખાસ જોવા માટે પણ સૂચન કર્યું હતું.
આ બેઠકમાં, અધિક નિવાસી કલેકટરશ્રી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સહિત જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિના વિવિધ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
0000

Share this post:

खबरें और भी हैं...

સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: –

Read More »

ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Read More »

શ્રી કારડિયા રાજપુત સમાજ દ્વારા ‘માઁ ભવાની સંસ્થાન’ ના ઉપક્રમે એક ભવ્ય શૈક્ષણિક સંકુલનું નિર્માણ ખાતમુહૂર્ત કાર્યક્રમ ભાવનગર ખાતે મુખ્યમંત્રી પટેલ ની વિશેષ ઉપસ્થિતિમા કાર્યક્રમ સંપન્ન થયો

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल