મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડનગર ખાતે આયોજિત ‘તાનારીરી મહોત્સવ-2024’માં આજે ઉપસ્થિત રહ્યા હતા

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડનગર ખાતે આયોજિત ‘તાનારીરી મહોત્સવ-2024’માં આજે ઉપસ્થિત રહ્યા હતા.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડનગર ખાતે આયોજિત 'તાનારીરી મહોત્સવ-2024'માં આજે ઉપસ્થિત રહ્યા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે, માનનીય વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2003માં ગુજરાતના ગૌરવ સમી વડનગરની અલૌકિક સંગીત બેલડી તાના-રીરીની સ્મૃતિમાં આ મહોત્સવનું આયોજન શરૂ કરાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે પ્રવાસન તથા સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી શ્રી મુળુભાઈ બેરા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સિદ્ધહસ્ત શાસ્ત્રીય ગાયકો સુશ્રી વિદુષી પદમા તલવાલકર તથા ડૉ. શ્રીમતી પ્રદીપ્તા ગાંગુલીને ‘તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ’ ઉપરાંત ₹2.50 લાખના પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ વડનગરની ઐતિહાસિક ભૂમિ પર આવવાનો આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વડનગરની ધરતી આગવા સમર્પણ, ત્યાગ, તપસ્યા અને વતન પ્રેમની પરાકાષ્ઠાની સાક્ષી રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાનશ્રીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ મંત્ર સાથે વડનગરમાં થઈ રહેલ વિકાસકાર્યોની રૂપરેખા આપવાની સાથોસાથ કલા, સંસ્કૃતિના જતન થકી ‘વિકસિત ગુજરાત, વિકસિત ભારત’ના નિર્માણ માટેની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Share this post:

खबरें और भी हैं...

સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: –

Read More »

ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Read More »

શ્રી કારડિયા રાજપુત સમાજ દ્વારા ‘માઁ ભવાની સંસ્થાન’ ના ઉપક્રમે એક ભવ્ય શૈક્ષણિક સંકુલનું નિર્માણ ખાતમુહૂર્ત કાર્યક્રમ ભાવનગર ખાતે મુખ્યમંત્રી પટેલ ની વિશેષ ઉપસ્થિતિમા કાર્યક્રમ સંપન્ન થયો

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल