ગીરગઢડા મામલતદારને NPC. દ્વારા સંચાલિત નેશનલ પ્રેસ એસોસિયેશન (NPA) ના નેજા હેઠળ તાપી માહિતી ખાતાના નિયામક અધિકારી નિનેશ ભાભોર વિરૂધ્ધ આવેદનપત્ર અપાયું
(પ્રતિનિધિ દ્વારા, ગીરગઢડા) : ગીરગઢડા તાલુકાની મામલતદાર કચેરી ખાતે NPA નેશનલ પ્રેસ એસોસિએશનના નેજા હેઠળ તારીખ 04/11/24 ના રોજ સવારે 12:00 કલાકે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
નેશનલ પ્રેસ એસોસિએશનના હર્ષદભાઈ વાઢેર, સાગરભાઇ ડાભી, ધર્મેશભાઈ રૂપાલીયા, રજાકભાઈ નાયાએ આજરોજ ગીરગઢડા તાલુકા મામલતદારશ્રીને આવેદનપત્ર આપી નીચે મુજબની માંગ કરાઈ છે. તાપી જિલ્લા માહિતી નિયામક અધિકારી નિનેશ ભાભોર દ્વારા વિકલી પેપર ના તંત્રીઓ ઉપર ખોટા આક્ષેપો કરે છે. સરકારી માહિતી whatsapp ગ્રુપમાં ખોટા ખોટા પત્રકારોને વિરુદ્ધ બદનામ કરવાના મેસેજો ફોરવર્ડ કરે છે. પત્રકારોને ખોટી રીતે બદનામ કરીને નુકસાન કરતા આવેલ છે. તંત્રીઓને પેપર બંધ કરાવી દેવાની ધમકીઓ આપતા આવેલ છે. આવા ભ્રષ્ટ અધિકારી પોતાના હોદ્દાનો દુરઉપયોગ કરી સરકારશ્રી અને માહિતી ખાતાને પણ બદનામ કરી નુકસાન કરે છે. તાપી જિલ્લાન હાલના માહિતી અધિકારી તાપી જિલ્લામાં પત્રકારોમાં અંદરો અંદર વિવાદ ઊભો કરાવે છે. આવા કાયમ માટે વિવાદિત અધિકારીથી તાપી જિલ્લાના તમામ પત્રકારો ત્રાસી ગયા છે અને તાપી જીલ્લાના માહિતી નિયામક નિનેશ ભાભોરની વહેલી તકે બદલી કરવામાં આવેની માંગ સાથે પત્રકારોએ આજરોજ આવેદનપત્ર આપ્યું છે.