ભૂલી પડી ગયેલ વુધ્ધાને પરિવાર પાસે સુરક્ષિત પહોંચાડતી બારડોલી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ની ટીમ દ્વારા સરાહનીયા કામગીરી કરવામાં આવી*

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

ભૂલી પડી ગયેલ વુધ્ધાને પરિવાર પાસે સુરક્ષિત પહોંચાડતી બારડોલી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા સરાહનીય કામગીરી 

ભૂલી પડી ગયેલ વુધ્ધાને પરિવાર પાસે સુરક્ષિત પહોંચાડતી બારડોલી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન*

તા:-૦૧-૧૧-૨૦૨૪ ના રોજ એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે એક અજાણી વૃધ્ધા જેમની ઉંમર આશરે ૬૦ વર્ષ હસે તેઓ ઓલપાડ,ક્રાંતિ નગર માં કાલે રાતે મામલતદાર કચેરી પાસે રસ્તા પર એકલાં બેઠા છે. તેઓ બિમાર હોય તેવું લાગે છે. ઊભા થવાનો પ્રયાસ કરે છે પરંતુ વારંવાર રસ્તા પર પડી જાય છે. ક્યાં જવુ છે તે પૂછ્યું પણ કશુ કહેતાં નથી. તેથી ૧૮૧ મહિલા હેલ્પલાઇન ની મદદ ની જરૂર છે.

જેના પગલે ૧૮૧ ના કાઉન્સેલર પટેલ ખુશ્બૂ ,મહિલા પોલીસ કોન્સ્ટેબલ ચૌધરી શ્રેયાબેન તેમજ પાઇલોટ પટેલ ધર્મેશભાઈ તાત્કાલિક બારડોલી થી નીકળી ઘટના સ્થળે અજાણી વૃધ્ધાની મદદ માટે પહોચ્યા. આજુબાજુના લોકોએ વુધ્ધાને એક સુરક્ષિત જગ્યાએ બેસાડી રાખ્યા હતાં. ત્યારબાદ ૧૮૧ ટીમે વૃધ્ધાની સાથે શાંત ચીત સ્વભાવે પૂછપરછ કરેલ તેમનું નામ, સરનામુ જાણવાના પ્રયત્ન કરેલા. તેઓને તેમનુ નામ યાદ ના હતુ તેમજ વૃધ્ધાને તેમના પરીવારના સભ્યોના નામ પણ જણાવેલ પરંતુ મોબાઈલ નંબર યાદ ના હોવાથી ઘટના સ્થળ પર હાજર હતા એ લોકોને પુછપરછ કરી પરંતુ વુધ્ધાને કોઈ ઓળખતા ન હતાં. બનાવના સ્થળે માણસોનું ટોળું વળી ગયું હોય જેથી રસ્તા પર થી આવતા જતા લોકો ત્યાં આવતા હતા. એ લોકો માંથી એક વ્યક્તિ વુધ્ધાને અને તેમના પરિવારને ઓળખતા હતા. તેમણે જણાવેલ કે વુધ્ધાની બહેન ની દિકરી અહીં નજીકમાં જ રહે છે. ત્યારબાદ તેમનો સંપર્ક કરી બનેલ ઘટનાની જાણ કરવામાં આવેલ. વુધ્ધાની બહેનની દિકરી તાત્કાલિક બનાવના સ્થળે રૂબરૂ આવેલ તેમને પૂછ-પરછ કરતાં જાણવા મળેલ કે વુધ્ધા એ લગ્ન કરેલ નથી અને તેઓ જ્યાં કામ કરતા હતા ત્યાં જ રહેતા હતા. પરંતુ વુધ્ધા જ્યાં કામ કરતા હતાં એ માલિકો મૃત્યુ પામ્યા છે અને હવે વુધ્ધાની ઉંમર પણ વધુ થઈ ગઈ છે તેથી કામ કરી શકતા નથી એટલે હવે તેમને કોઈ રાખવા માગતું ન હતું તેથી વુધ્ધા ને તેમના બહેનની દીકરીના ઘરે આવવુ હતું તેથી વુધ્ધા ને તેમના પાડોશી મૂકવા માટે આવ્યા હતા પરતું તેમની બહેનની દીકરીના ઘરે મૂકવા ન આવ્યા અને નજીકમાં રસ્તા પર ઉતારીને જતા રહ્યાં હતાં. વુધ્ધા ની તબીયત સારી ન હતી તેથી વારંવાર રસ્તા પર પડી જતાં હતાં.

૧૮૧ ની ટીમે વૃધ્ધાનું કાળજીપૂર્વક ધ્યાન રાખવા તેમના બહેનની દીકરીને સમજાવ્યા. હવે પછી આમ વૃધ્ધાને એકલા જવા ના દેવા જણાવેલ વૃધ્ધાને પણ પોતાનુ ધ્યાન રાખવા અને હવે પછી એકલા બહાર ન જવા જણાવેલ તેમજ સુરત ખાતે આવેલ અલગ અલગ સંસ્થાઓ વિશે માહિતી આપેલ. વૃધ્ધાના પરીવારના સભ્યોએ જણાવેલ કે તેઓ હવે પછી વૃધ્ધાનું વધુ સારી રીતે સંભાળ રાખશે. વૃધ્ધાના પરીવારના સભ્યો પાસેથી ચોક્ક્સ માહીતી મેળવવા માટે આધાર પુરાવા લેવામાં આવેલ ત્યારબાદ વૃધ્ધાનો કબજો તેમના પરીવારના સભ્યોને સોંપેલ.

*વૃધ્ધા ના પરિવાર દ્વારા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ નો આભાર વ્યક્ત કરી કામગીરીને બિરદાવી હતી..*

Share this post:

खबरें और भी हैं...

સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: –

Read More »

ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Read More »

શ્રી કારડિયા રાજપુત સમાજ દ્વારા ‘માઁ ભવાની સંસ્થાન’ ના ઉપક્રમે એક ભવ્ય શૈક્ષણિક સંકુલનું નિર્માણ ખાતમુહૂર્ત કાર્યક્રમ ભાવનગર ખાતે મુખ્યમંત્રી પટેલ ની વિશેષ ઉપસ્થિતિમા કાર્યક્રમ સંપન્ન થયો

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल