
૬૧૦૦૦ કરતા વધુ ખેડૂત સભાસનાં હિતમાં સુરત જિલ્લામાં આવેલ માંડવી સુગર મીલમાં કરવામાં આવેલ વહીવટી બેદરકારી બાબતે સુઓમોટો દાખલ કરી જવાબદાર વહીવટ કર્તાઓ અને સબંધિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબતે આજ રોજ સુરત ખાતે. કલેક્ટર શ્રી ને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું.જેમાં ખેડબ્રહ્મા ના ધારાસભ્ય અને માજી કેન્દ્રીય મંત્રી તુષારભાઈ ચૌધરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયક, શંકરભાઇ ચૌધરી,કમલેશભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત સભ્ય બિપીનભાઈ ચૌધરી, ખેડૂત સમાજના આગેવાન દિલીપસિંહ મહિદા, સામાજિક આગેવાન કે. કે. પટેલ, પ્રદીપભાઈ ચૌધરી, ભીમસિંહ ચૌધરી, મુકેશ વસાવા,જયેન્દ્રભાઈ દેસાઈ, સુરેશભાઈ સુહાગીયા, રમેશભાઈ પટેલ, કલ્પેશભાઈ રાણા, ધર્મેશભાઈ ચૌધરી, મનોજભાઈ ગોસ્વામી, અંદાઝ શેખ સહિતના માંડવી, કામરેજ, બારડોલી, ચોર્યાસી, ઓલપાડ અને માંગરોળ તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સુરત જિલ્લામાં આદિવાસી સમાજ અને ખેડૂતો માટે જીવાદોરી સમાન માંડવી સુગર છેલ્લા કેટલાય વર્ષોથી કાર્યરત હતી .સુગર ફેક્ટરી સહકારી ભાવનાથી ચાલી રહેલ હતી . પરંતુ રાજકીય સટ્ટા પક્ષના રાજકીય આગેવાન વહીવટકર્તાઓ દ્વારા કરવામાં આવેલ ગેરવહીવટ ને કારણે આજે આ સહકારી સુગર ફેક્ટરી બંધ હાલત છે .જેને કારણે માંડવી સહકારી સુગર ફેક્ટરી સાથે હિત ધરાવતા આશરે ૬૧૦૦૦ કરતા વધુ ખેડૂત સાંભસદો અને ફરજ બજાવતા કર્મચારીઓની સ્થિત વિકટ બનવા પામી છે. તેમ છતાં સરકાર દ્વારા આવા ગેરવહીવટ કરનાર વહીવટ કર્તાઓ સામે કોઈ ગંભીરતાથી નક્કર પગલાં લેવામાં આવતાં નથી. જે સહકારી ક્ષેત્ર માટે ખૂબ જ ગંભીર ચિંતા નીબાબત છે. સુરત જિલ્લાના માંડવી તાલુકામાં શેરડી પકવતા ખેડૂતો માટે જીવાદોરી સમામ માંડવી સહકારી સુગર ફેક્ટરીમાં વહીવટકર્તાઓ દ્વારા સહકારી નિતી – નિયમોને નેવે મુકી સહકારી મંડળીને ગેરમાર્ગે દોરી અયોગ્ય માર્ગદર્શન અને અયોગ્ય નિર્ણય લીધો છે. કલેકટર શ્રી આ મુદે યોગ્ય તપાસ કરી ખેડૂતો ના હિતમાં સહકારી ક્ષેત્રનો અસ્તિત્વ ટકાવી રાખવા માટે કાર્યવાહી કરે માગ સાથે આવેદનપત્ર આપ્યું છે..






