#ચિત્રકલાસ્પર્ધા#
વ્યારા લીમડા ચોક નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત, તારીખ 11 ઓક્ટોબર 2024 ના રોજ નવરાત્રી પર્વમાં પર્યાવરણ સુરક્ષા જાગૃતિ માટે નવરાત્રી દરમિયાન ચિત્રકલા સ્પર્ધાનું આયોજન 18 વર્ષ સુધીના બાળકો માટે લીમડા ચોક નવરાત્રી મેદાન ખાતે કરવામાં આવ્યું, જેમાં 51 બાળકોએ આ સ્પર્ધામાં આનંદ ઉત્સાહથી ભાગ લીધો.


દરેક સ્પર્ધકોને લીમડા ચોક નવરાત્રી ઉત્સવ ના આયોજકો દ્વારા પ્રોત્સાહન ઇનામ આપવામાં આવનાર છે તથા પ્રથમ, દ્વિતીય અને તૃતીયને પુરસ્ક્રિત કરવામાં આવનાર છે. આ ચિત્રકલા સ્પર્ધામાં મોટી સંખ્યામાં વાલીઓ તથા ચિત્રકલા ઋચિઓ ઉપસ્થિત રહ્યા હતા.






