*નવરાત્રિમાં દુર્ગા પૂજા તથા ગરબા ની રમઝટ થી શ્રી શાંતારામ ભટ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલનું પટાંગણ ગુંજી ઉઠ્યું.*
શ્રી મોતા કેળવણી મંડળ સંચાલિત શ્રી શાંતરામ ભટ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં ધોરણ ૪ અને ૫ ના વિદ્યાર્થીઓ માટે ગરબાની ઉજવણી રાખવામાં આવી હતી. દુર્ગા પૂજા જે બંગાળ માં જેનું વિશેષ મહત્વ છે જે આઠમના દિવસે ખૂબ ભક્તિ થી કરવામાં આવે છે જે ધોરણ 5 ની વિદ્યાર્થિની ઓ દ્વારા દુર્ગા માતાની ડાંસ દ્વારા પુજા કરવામાં આવી હતી.
હિંદુ ધર્મમાં અને ખાસ કરીને ગુજરાતની શોભા વધારતો ઉત્સવ એટલે નવરાત્રી.નવરાત્રી એટલે માં આંબાની ઉપાસના આરાધના. વિશેષ મહત્વ દુર્ગા પૂજાનું પણ છે.નવરાત્રી દરમ્યાન ખાસ કરીને બંગાળમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવારમાં દેવી દુર્ગાના મહિષાસુર પર વિજયને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, જે અસત્ય પર સત્યની જીતનું પ્રતિક છે.
વિદ્યાર્થીઓએ માતાજીની આરતી બાદ બાળકોએ રાસ ગરબાની રમઝટ બોલાવી ગરબે ઘુમ્યા હતા. માતાજીના ડાકલા, અવનવા સ્ટેપ અને આધુનિક ગરબાના તાલથી બાળકો ખૂબ જ ઉત્સાહમાં આવી ગરબે ઘુમ્યા હતા.
જેમાં ધોરણ પાંચ ની વિદ્યાર્થીનીઓ દ્વારા દુર્ગા માતાની સ્તુતિ પર પરફોર્મન્સ રજુ કરવામાં આવ્યું હતું અને ધોરણ ચાર ની વિદ્યાર્થીનીઓ દ્વારા માતાજી નો ગરબો રજૂ કરવામાં આવ્યો હતો. અને બાળકો એ ખૂબ જ ઉત્સાહ પૂર્વક આ મહાપર્વની ઉજવણી કરી હતી. શાળાના આચાર્યાશ્રી દીપિકાબેન દેસાઈ ,પ્રમુખ શ્રી નવીનભાઈ અને મંત્રી શ્રી રમેશભાઈ પટેલએ ભક્તિના રંગે રંગાયેલા બાળકો અને શિક્ષકોની પ્રશંસા કરી.