શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બારડોલી દ્વારા ભવ્ય તલવાર આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ મોટી સંખ્યામા શ્રી રાજપુત સમાજ ના યુવકો અને યુવતીઓ સ્વણિમગ્રુપ નવરાત્રી ગ્રાઉન્ડ ખાતે તલવાર આરતીમાં ભાગ લીધો હતો
બારડોલી : કેસરી સાફા અને ઘોડાઓ સાથે રાજપુતાના કલ્ચર અને રાજપુતાના પરંપરા સાથે ક્ષત્રિય સમાજના યુવક અને યુવતીઓ જાણે કેસરિયા કરવા રણ મેદાનમાં નીકળ્યા હોય એવા ગ્રાઉન્ડ મા અનોખા દ્રશ્ય સર્જાયા
ડી.વાય.એસ.પી રાઠોડ સાહેબ
સુરત જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન . અને મઢી સુગરના ડિરેક્ટર જીતુભાઈ બામણી
બારડોલી વિભાગ ના રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ ધીરજસિંહ ઠાકોર બાપુ ની વિશેષ ઉપસ્થિતિ માં
શ્રી રાષ્ટ્ર રાજપુત કરણી સેના ગુજરાતના મહામંત્રી વીરેન્દ્રસિંહ રાજપુત
બારડોલી શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના પ્રમુખ મનોરસિંહ ચૌહાણ
બારડોલી શ્રી રાજપુત કરણી સેનાના મહામંત્રી મહેન્દ્રસિંહ ચૌહાણ

કાનૂની સલાહકાર સત્યજીતસિંહ રાઠોડ
તેમજ હોદ્દેદારો તેમજ બારડોલી . કામરેજ. વાલોડ માંડવી વિભાગના મોટી સંખ્યામાં ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો ની ઉપસ્થિતિમાં તલવાર આરતીનો કાર્યક્રમ અદભૂત રહ્યો. સવણિમગ્રુપ નવરાત્રી મહોત્સવ ના આયોજકો સ્વયંસેવકો અંબા માતાજીની તલવાર આરતીમાં કાર્યક્રમ સફળ બનાવવા માટે ખૂબ સારો સહકાર આપ્યો. બારડોલી શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના પ્રમુખ મનોહરસિંહ ચૌહાણ દ્વારા સાચા હૃદયથી પધારેલ સૌ મહેમાન સમાજ ના યુવકોનો આભાર વ્યક્ત કર્યો હતો…