- *કૃષિ વિજ્ઞાન કેંદ્ર વ્યારા ખાતે ખેડુતોએ પીએમ કિસાન સમ્માન નિધી યોજનાના ૧૮ માં હપ્તા રીલીઝનું જિવંત પ્રસારણ નિહાળ્યુ
- –
- *ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ વિશેષ ઉપસ્થિતિ નોધાવી યોજનાકિય માહિતી પુરી પાડી*
–
*માહિતી બ્યુરો,તાપી તા.૦૭* કૃષિ વિજ્ઞાન કેંદ્ર,વ્યારા ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીની ઉપસ્થિતીમાં પીએમ કિસાન સમ્માન નિધી યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.
પીએમ કિસાન નિધી યોજના અંતર્ગત ૫મી ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ ખેડુતોના ખાતામા ૧૮ મો હપ્તો પ્રધાનમંત્રશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રીલીઝ કરવામાં આવ્યો હતો. જેનું લાઇવ વેબકાસ્ટીંગ વાસિમ, મહારાષ્ટ્રથી કરવામા આવ્યુ હતુ. જેનું જીવંત પ્રસારણ લાભાર્થી ખેડુતોઓ સહિત ઉપસ્થિત માહાનુભાવોએ કેવિકે-વ્યારા ખાતેથી નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ ૫૦થી વધુ ખેડૂત ભાઇઓ-બહેનોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ કેવિકે દ્વારા કરવામા આવતી વિવિધ વિસ્તરણ પ્રવૃતિઓને બિરદાવી હતી.વધુમા તેમણે પીએમ કિસાન સમ્માન નિધીમુ મહત્વ સમજાવી ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત આજ દિન સુધી ૧૦ કરોડથી વધુ ખેડુતોના ખાતામા કુલ ૩.૨૫ લાખ કરોડ રૂપિયા જમા થયેલ છે એ વિશે માહિતગાર કર્યા હતા.
ડો. સી. ડી. પંડ્યા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાએ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને આવકારી કાર્યક્રમનું મહત્વ સમજાવ્યું હતું. વધુમાં ખેડૂતલક્ષી વિવિધ સંલગ્ન વ્યવસાયોની જાણકારી આપી હતી અને ખેતીમાં વધુ આવક મેળવવા ખેડૂતોને હાંકલ કરી હતી.
ડો. જીગર બુટાણી, વૈજ્ઞાનિક (પશુપાલન) દ્વારા વૈજ્ઞાનિક ઢબે સફળ મરઘાપાલન વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ સફળ મરઘાપાલકની ધમોડી, સોનગઢ ખાતે પ્રેરણા પ્રવાસનું પણ આયોજન કરવામા આવ્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આભારવિધી કૃષિ વિસ્તરણ વિભાગના વૈજ્ઞાનિક ડૉ. અર્પિત જે. ઢોડિયા દ્વારા કરવામાં આવી હતી.
0000