- લાયન્સ ક્લબ સુરત મૈત્રી તરફથી કોબા પ્રાથમિક શાળાને 100 જોડી એની ફોર્મ વિનામૂલ્યે વિતરણ
લાયન્સ ક્લબ ઓફ સુરત મૈત્રી દ્વારા ક્લબના પ્રમુખ શ્રી આશિષ ભાઈ પી એમ સી સી નિશિતભાઈ, મોનાબેન દેસાઈ ,થ ટ્રેસર મુકેશભાઈ શાહ ,મહેન્દ્રભાઈ પ્રજાપતિ, હિરેનભાઈ અને હીનાબેન પ્રિયંકાબેન સૌ ઉપસ્થિત રહ્યા હતા ,લાયન્સ ક્લબ ઓફ સુરત મૈત્રી પ્રાથમિક શાળા કોબા ,તાલુકો – ઓલપાડ ,જીલ્લો – સુરતના તમામ વિદ્યાર્થીઓને અને બાજુમાં આવેલી પારડી કોબા સ્કૂલ ને વિદ્યાર્થીને ટોટલ 100 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યા. આ તકે શાળાના આચાર્ય ડોક્ટર ધર્મેન્દ્ર પટેલ અને પારડી કોબા શાળાના આચાર્ય રાકેશભાઈ લાયન્સ ક્લબ ઓફ સુરત મૈત્રી નો આભાર માન્યો. અંતે કોબા ગામના સરપંચ શ્રી દિલીપભાઈ પારડી ગામના સરપંચ શ્રી ગોમનભાઈ અને ગામના વડીલ અલ્પેશભાઈ હાજર રહ્યા હતા. આ તકે મુકેશભાઈ શાહ એમના દીકરા ,દીકરી ,આખું પરિવાર હાજર રહ્યા હતા. ગોલા ગામના હરિકૃષભાઈ જેમના થકી અમારી શાળામાં આજનો કાર્યક્રમ થયો.અને ટૂંક સમયમાં ફરી બીજી 100 જોડી યુનિફોર્મ આપવાનો નિર્ણય લઈ બાળકોને પ્રોમિસ કરીને વિદાય થયા.