બારડોલી સ્ટેશન રોડ કોલેજ ગ્રાઉન્ડ ખાતે સ્વણીમ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ 2024 નુ ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યું
હોસ્પિટલના લાભાર્થ બારડોલી કોલેજ ગ્રાઉન્ડ ખાતે પ્રથમ નવરાત્રી પ્રારંભ નિમિત્તે સુરત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ જીતેન્દ્ર પટેલ ના શુભ હસ્તે અંબા માતાજીની આરતી ઉતારવામાં આવી હતી તેમજ ગ્રુપના આયોજક સેમ રાઠોડ. મહેન્દ્રસિંહ ચૌહાણ. પાર્થ શાહ. કેવિન પટેલ. હર્ષલ ભલાણા હાર્દિક ભલાણા દેવુભાઈ ચૌધરી તથા બારડોલી ના વરિષ્ઠ સામાજિક રાજકીય આગેવાનો આરતી માં ઉપસ્થિત રહી નવરાત્રી નો પ્રારંભ કરાવ્યો હતો કોલેજ ગ્રાઉન્ડ ખાતે પ્રથમ ન નવરાત્રી દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં ખેલૈયાઓ મન મૂકીને ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા ની રમઝટ માણી હતી. બારડોલી દરરોજ નવરાત્રી મહોત્સવ દરમ્યાન T.V સિરિયલની અભિનેત્રી સેલિબ્રિટી મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.