“વિશ્વવિદ્યાલયોમાં મેળવેલું જ્ઞાન વિદ્યાર્થીઓ સમાજશ્રેયાર્થે વાપરે” રાજ્યપાલ શ્રી
ગુજરાત ના. રાજ્યપાલ શ્રી Acharya Devvrat ના અધ્યક્ષ સ્થાને સોમનાથ ખાતે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો તૃતિય પદવીદાન સમારોહ પ્રસંગે યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજો અને અનુસ્નાતક ભવનોમાં સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી.નો અભ્યાસ પૂર્ણ કરનાર ૫૦,૩૨૩ વિદ્યાર્થીઓને ડિગ્રી, ૭૨ વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક અને ૧૪૬ વિદ્યાર્થીઓને પીએચ.ડીની પદવી એનાયત કરવામાં આવી.
વિદ્યાર્થીઓના ડિગ્રી પ્રાપ્ત કરવાના આ ઉત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં દીકરીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યાં છે, જેનો આનંદ થયો.
સમાજમાં સત્યનું આચરણ થાય, સામાજીક સમરસતા જળવાય તેવા કર્તવ્યનું નિર્વહન કરે તેવા તેજસ્વી-ઓજસ્વી અને હિંમતવાન વિદ્યાર્થીઓનું નિર્માણ આવી યુનિવર્સિટીઓના માધ્યમથી થઈ રહ્યું છે. :- રાજય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરીયા
ભક્ત કવિ નરસિંહ મહેતા દ્વારા ગવાયેલા અને સમાજમાં શાશ્વત રૂપે આજે પણ ગવાતા ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ…’ ને ધ્યાનમાં રાખીને પરપીડાને પોતાની પીડા સમજે તેવા વિદ્યાર્થીઓનું સર્જન કરવું તે આજના સમયની માંગ છે.
વડાપ્રધાન શ્રી Narendra Modiજી દ્વારા વર્ષ – ૨૦૪૭ પહેલાં ભારતને વિકસિત બનાવવા માટેના આહ્નાનને ઝીલી આજના વિદ્યાર્થીઓ સુરક્ષિત અને મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે કટિબદ્ધ થાય તેવી ખેવના વ્યક્ત કરી.