તાપી જિલ્લા ઇંચા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહના અધ્યક્ષ સ્થાને સોશિયલ મિડીયા ઈન્ફ્લ્યુએન્ઝર્સની બેઠક યોજાઈ*

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

*તાપી જિલ્લા ઇંચા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહના અધ્યક્ષ સ્થાને સોશિયલ મિડીયા ઈન્ફ્લ્યુએન્ઝર્સની બેઠક યોજાઈ*તાપી જિલ્લા ઇંચા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહના અધ્યક્ષ સ્થાને સોશિયલ મિડીયા ઈન્ફ્લ્યુએન્ઝર્સની બેઠક યોજાઈ*

*સોશીયલ મિડીયા દ્વારા “સ્વચ્છતા હી સેવા “અભિયાનનો સંદેશો જન-જન સુધી પહોંચાડવા અનુરોધ*

બ્યુરો, તાપી તા.૨૬/૦૯/૨૦૨૪* તાપી જિલ્લા કલેકટર સભાખંડ ખાતે ઇંચા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી.વી.એન.શાહના અધ્યક્ષ સ્થાને “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ સંદર્ભે તાપી જિલ્લાના સોશિયલ મિડીયા ઈન્ફ્લ્યુએન્ઝર્સ સાથે બેઠક યોજાઇ હતી. કલેક્ટર.વી.એન.શાહે સોશિયલ મિડીયા ઈન્ફ્લ્યુએન્ઝર્સને હાલમાં રાજ્યભરમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંગે સમગ્ર જાણકારી આપતા જણવ્યું હતું કે “સ્વચ્છતા હી સેવા” અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છતાને જનભાગીદારીથી વ્યાપક બનાવવાનો છે. ઈન્ફ્લ્યુએન્ઝર્સ તરીકે સોશિયલ મિડીયાના માધ્યમથી જન-જન સુધી સ્વચ્છતાનો સંદેશ પહોંચાડવા અનુરોધ કર્યો હતો.

વધુમાં કલેક્ટર.વી.એન.શાહે “સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા”ની થીમ સાથે જિલ્લામાં ચાલી રહેલી વિવિધ પ્રવૃતિઓ વિશે માહિતી આપી આ અભિયાનના ઉદ્દેશ્યને લોકો સુધી પહોંચાડવા જણાવ્યું હતું. તેમજ તા. ૨જી ઓક્ટોબરના રોજ સમગ્ર જિલ્લામાં દરેક સ્થળોએ સફાઈ અભિયાનની ઝુંબેશમાં ભાગીદાર થવા જણાવ્યું હતું.

આ પ્રસંગે ડીઆરડીએ નિયામક.ખ્યાતિ પટેલ સૌ સોશિયલ મિડીયા ઈન્ફ્લ્યુએન્ઝર્સને તેમના સહયોગથી સ્વચ્છતા હી સેવા અભિયાનને લોકો સુધી પોંહચાડવા માટે અને લોકો આ અભિયાનનું મહત્વ સમજે અને પોતાના ગામ સહિત ભારત દેશને સ્વચ્છ બનાવવામાં ભાગીદારી નોધાવે તે માટે પ્રયત્નો કરવા સૌને અપિલ કરી હતી.

આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર.આર.આર.બોરડ,સહાયક માહિતી નિયામક.નિનેશકુમાર ભાભોર સહિત મોટી સંખ્યામાં સોસિયલ મિડિયા ઈન્ફ્લ્યુએન્ઝર્સ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post:

खबरें और भी हैं...

સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: –

Read More »

ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Read More »

શ્રી કારડિયા રાજપુત સમાજ દ્વારા ‘માઁ ભવાની સંસ્થાન’ ના ઉપક્રમે એક ભવ્ય શૈક્ષણિક સંકુલનું નિર્માણ ખાતમુહૂર્ત કાર્યક્રમ ભાવનગર ખાતે મુખ્યમંત્રી પટેલ ની વિશેષ ઉપસ્થિતિમા કાર્યક્રમ સંપન્ન થયો

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल