તાપી :- ઘાસીયામેઢા ગામ ખાતે આદિજાતી રાજ્ય મંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને “સ્વચ્છતા હી સેવા” અને “એક પેડ મા કે નામ” કાર્યક્રમ યોજાયો*

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

*ઘાસીયામેઢા ખાતે આદિજાતી રાજ્ય મંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને “સ્વચ્છતા હી સેવા” અને “એક પેડ મા કે નામ” કાર્યક્રમ યોજાયો*ઘાસીયામેઢા ખાતે આદિજાતી રાજ્ય મંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને “સ્વચ્છતા હી સેવા” અને “એક પેડ મા કે નામ” કાર્યક્રમ યોજાયો*

ઘાસીયામેઢા ખાતે આદિજાતી રાજ્ય મંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને “સ્વચ્છતા હી સેવા” અને “એક પેડ મા કે નામ” કાર્યક્રમ યોજાયો* *નાગરીકોને પોતાના ગામ સહિત દેશને સ્વચ્છ અને હરિયાળુ બનાવવા અનુરોધ કરાતા આદિજાતિ રાજ્ય મંત્રી કુંવરજીભાઇ હળપતિ*

,તાપી તા.૨૬/૦૯/૨0૨૪* આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઘાસીયામેઢા ખાતે “સ્વભાવ સ્વચ્છતા,સંસ્કાર સ્વચ્છતા”ની થીમ સાથે “સ્વચ્છતા હી સેવા” તથા “એક પેડ મા કે નામ” કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે રાજ્ય મંત્રી કુવરજી  હળપતિએ સૌ નાગરિકોને અનુરોધ કરતા જણાવ્યું હતુ કે આપણી પ્રથમ જવાબદારી સ્વચ્છતા છે. આપણુ ઘર,ગામ,ફળિયુ ચોખ્ખું હશે તો આપણો જિલ્લો, રાજ્ય અને દેશ ચોખ્ખો બનશે. આપણા દેશના વડાપ્રધાનશ્રીનું એક સ્વપ્ન છે કે આપણો દેશ વિકસિત બને અને અન્ય વિકસિત દેશોની હરોળમાં આગળ આવી ઉભો થાય અને એ દિશામાં આપણે આગળ વધવાનું હોય તો આપણે બધાએ સફાઇ અભિયાનમાં જોડાઇ આપણી આસપાસની તમામ જગ્યાઓની સ્વચ્છતા જાળવવી જોઇએ.

વધુમાં રજ્યમંત્રીશ્રીએ “એક પેડ મા કે નામ” અંતર્ગત આપણા જિવનમાં માતા અને વૃક્ષનું મહત્વ કેટલુ છે એ સમજાવી પોતાની જનની ના નામે વૃક્ષ વાવી ગામને હરિયાળુ બનાવવા અનુરોધ કર્યો હતો.

સ્વચ્છતા હી સેવા” અને ” એક પેડ માં કે નામ” કાર્યક્રમ અંતર્ગત આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિ અને અન્ય અધિકારી પદાધિકારીઓ સહિત ગ્રામજનો સફાઇ આભિયાનમાં જોડાયા હતા અને ત્યાર બાદ વૃક્ષારોપણ કરી તાપી જીલ્લા સહિત ભારત દેશને સ્વચ્છ અને હરિયાળુ બનાવવાના શપથ ગ્રહણ કર્યા હતા.

આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ખ્યાતિ પટેલ, સોનગઢ મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી,તાલુકા પ્રમુખ સહિત અન્ય પદાધિકારીઓ,ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

00000

Share this post:

खबरें और भी हैं...

સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: –

Read More »

ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Read More »

શ્રી કારડિયા રાજપુત સમાજ દ્વારા ‘માઁ ભવાની સંસ્થાન’ ના ઉપક્રમે એક ભવ્ય શૈક્ષણિક સંકુલનું નિર્માણ ખાતમુહૂર્ત કાર્યક્રમ ભાવનગર ખાતે મુખ્યમંત્રી પટેલ ની વિશેષ ઉપસ્થિતિમા કાર્યક્રમ સંપન્ન થયો

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल