![ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ](https://gujarataatmiyata.in/wp-content/uploads/2024/11/IMG-20241112-WA1475.jpg)
અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ દ્વારા કૃષક સુવર્ણ સમૃદ્ધિ સપ્તાહ ૨૦૨૪ના ભાગરૂપે તાલીમ અને કૃષિ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો
કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (કેવીકે)ના સુવર્ણ જયંતી વર્ષના પ્રસંગે અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ચાસવડના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા તાલીમ અને કૃષિ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા મહેન્દ્રભાઇ પટેલ દ્વારા કૃષક સુવર્ણ સમૃદ્ધિ સપ્તાહ ઉજવણીના ઉદ્દેશ અને કેવીકે દ્વારા ચાલતી વિવિધ કૃષિ લક્ષી પ્રવૃતિઓ વિષે માહિતગાર કર્યાં, પશુપાલન વિષયના વૈજ્ઞાનિક ડૉ. ધનંજય શિંકર દ્વારા કૃષિ સાથે આદર્શ પશુપાલનનું મહત્વ ,પશુઓમાં આવતી વિવિધ બીમારી અને નિયંત્રણ તેમજ સારા પ્રમાણમાં પ્રોટીન અને વિટામિન યુક્ત લીલા ઘાસચારાના ઉપયોગ કરવા જણાવ્યું, જમીન વિજ્ઞાનના વૈજ્ઞાનિક શ્રી લલીતભાઈ પાટીલ દ્વારા નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંસોધિત તુવેર, દિવેલા, મગ પાકોની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ વિષે માહિતગાર કર્યાં હતા. બાગાયત વિષયના વૈજ્ઞાનિક દેવેન્દ્રભાઈ મોદી દ્વારા ભારતીય બાગાયત સંશોધન સંસ્થા દ્વારા સંસોધિત બિયારણો અને કેળા,લીંબુના પાક માટે વિશેષ સૂક્ષ્મ પોષકતત્ત્વોનો ઉપયોગ કરવા જણાવ્યું તેમજ શાકભાજી અને ફળ પાકોની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ વિષે માર્ગદર્શન આપ્યું .આ કાર્યક્રમમાં શ્રી નાથભાઈ ડોડીયા , સી.એસ. આર , યુપીએલમાંથી ઉપસ્થિત રહી ખેડૂત ઉત્પાદક સંગઠન અને હલકા ધાન્યએ આરોગ્ય માટે ફાયદાકારક છે અને તેના વિષે માર્ગદર્શન આપ્યું હતું . આ કાર્યક્રમમાં માંડવા ગામના ખેડૂત ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
![Gujarat Aatmiyata](https://secure.gravatar.com/avatar/1f46b489b39e1f4e1dfa289ec3f8a2f2?s=96&r=g&d=https://gujarataatmiyata.in/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)