તાપી :- ટોબેકો મુક્ત તાપી’ના સંકલ્પ સાથે 60 દિવસના મહાઅભિયાનનો સોનગઢથી પ્રારંભ

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

‘ટોબેકો મુક્ત તાપી’ના સંકલ્પ સાથે 60 દિવસના મહાઅભિયાનનો સોનગઢથી પ્રારંભ
………………ટોબેકો મુક્ત તાપી'ના સંકલ્પ સાથે 60 દિવસના મહાઅભિયાનનો સોનગઢથી પ્રારંભ
આપણા જિલ્લાના યુવાનોથી લઈને વડીલો સુધી તમામ નાગરિકો તમ્બાકુની ચુંગલમાં ન આવે તેવી સૌને આપીલ: આરોગ્ય અધિકારી
………………………
સમગ્ર ભારતમાં નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ૬૦નું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન૨૪ સપ્ટેમ્બર,૨૦૨૪ થી ૨૩ નવેમ્બર,૨૦૨૪ સુધી કુલ 60 દિવસ ચાલનારું છે. યુવા ધનને તમ્બાકુના વ્યસનમાં તરફ જતા અટકાવવા તેમજ તમ્બાકુ ના ભયંકર પરિણામોથી અવગત કરવા માટે આ મુહિમ ચલાવવામાં આવે છે.

સાર્વજનિક હાઇસ્કુલ સોનગઢ ખાતેથી આપણા જિલ્લાનું આ કેમ્પઇન શરુ કરવામાં આવ્યું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પાઉલ વસાવા, એપિડેમિક મેડિકલ ઓફિસરશ્રી ડો.સ્નેહલ પટેલ, શાળાના આચાર્યશ્રી આષીશભાઇ ગામીત તથા આરોગ્યના કર્મચારીઓ ની હાજરીમાં અત્રે આ અભિયાન નો શુભારંભ કરવામાં આવ્યો. ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકોની ઉપસ્થિતિમાં સૌએ તમ્બાકુ ના દુષણને નાથવા માટે શપથ લીધા હતા.
તમાકુ વ્યસનની દુનિયાનું પ્રથમ પગથિયું છે. ગ્લોબલ યુથ ટોબેકો સર્વે (GYTS) 2019 પ્રમાણે, ગુજરાતમાં 13-15 વર્ષની ઉંમરના લગભગ 5.4% વિદ્યાર્થીઓ તમાકુનો ઉપયોગ કરે છે. ખાસ કરીને યુવાનો, જે મિત્ર દબાણ, જાહેરાતો, અને તમાકુ પ્રોડક્ટ્સની સરળ ઉપલબ્ધતા દ્વારા પ્રભાવિત થાય છે, તે સૌથી વધુ સંવેદનશીલ ગૃપ છે
Tobacco Free Youth Campaign-2.0 કુલ ૬૦ દિવસ સુધી આપણા જિલ્લામાં ચલાવવામાં આવનારું છે. જેમાં યુવાનોને તમાકુના વ્યસન તરફ જતા અટકાવવા માટે આઈ.ઇ.સી. કેમ્પેઇન, તમાકુ મુક્ત ગામ, તમાકુ મુક્ત શાળા અને એન્ફોર્સમેન્ટ સ્ક્વોડ દ્વારા ડ્રાઈવ કરી તમાકુ નિયંત્રણ અધિનિયમ ૨૦૦૩ જાગૃતિ અને દંડનીય કામગીરી કરવામાં આવનાર છે. જિલ્લાના આરોગ્ય ઉપરાંત પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, જિલ્લા શિક્ષણ વિભાગ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પોતાના કાર્યક્ષેત્રને લગતી કામગીરીઓ કરી આ કેમ્પેઇન ને સાર્થક બનાવવાના છે.

Share this post:

खबरें और भी हैं...

સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: –

Read More »

ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Read More »

શ્રી કારડિયા રાજપુત સમાજ દ્વારા ‘માઁ ભવાની સંસ્થાન’ ના ઉપક્રમે એક ભવ્ય શૈક્ષણિક સંકુલનું નિર્માણ ખાતમુહૂર્ત કાર્યક્રમ ભાવનગર ખાતે મુખ્યમંત્રી પટેલ ની વિશેષ ઉપસ્થિતિમા કાર્યક્રમ સંપન્ન થયો

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल