*આગામી ૨૪ સપ્ટેમ્બરના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી યોજાનાર છે*
–
*તાપી જિલ્લામાં સંવર્ગવાર ખંડ- (૧) થી ખંડ- (૯) માટેની મતદાર યાદી જાહેર રજાના દિવસો સિવાય ૨૦ ઓગસ્ટ સુધી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી આવી રૂબરુ જોઇ શકાશે*
–
તાપી/ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરા દ્વારા આગામી તા.૨૪/૦૯/૨૦૨૪ મંગળવારનાં રોજ સમય: ૦૮.૦૦ થી ૦૫.૦૦ કલાક દરમ્યાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી માટે તાપી જિલ્લામાં સંવર્ગવાર ખંડ- (૧) થી ખંડ- (૯) માટેની મતદાર યાદી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીનાં શિક્ષણ નિરીક્ષક :- ગોવિંદભાઈ આર.ગાંગોડા (મો.નં.૯૪૨૭૮૧૯૮૪૬)નો રૂબરૂ સંપર્ક કરી તા.૨૦/૦૮/૨૦૨૪ સુધી જાહેર રજાના દિવસ સિવાય કચેરી સમય દરમિયાન જોઈ શકાશે.
000