ઉત્તર બુનિયાદી વિદ્યાલય બામણવેલમાં ૭૮ મો સ્વાતંત્ર્ય દિન ધામ ધૂમ થી ઉજવયો

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

ઉત્તર બુનિયાદી વિદ્યાલય બામણવેલમાં ૭૮ મો સ્વાતંત્ર્ય દિન ધામ ધૂમ થી ઉજવયોઉત્તર બુનિયાદી વિદ્યાલય બામણવેલમાં ૭૮ મો સ્વાતંત્ર્ય દિન ધામ ધૂમ થી ઉજવયો …….

“આ આપણાં સ્વાતંત્ર્ય સેનાનીઓની ૨૦૦ વર્ષના સંઘર્ષ પછી મેળવેલી આઝાદીની ઉજવણી છે.એમના મહાન બલિદાનને યાદ કરવાનો અવસર છે.” આચાર્યશ્રી અજયકુમાર રાઠોડ

દિપક સિંહ પરમાર
રાનકુવા,તા.૧૫ ઓગસ્ટ.
ગ્રામ સેવા સમાજ ચીખલી સંચાલિત નવનિર્માણ ઉત્તર બુનિયાદી વિદ્યાલય, બામણવેલ માં ૭૮ માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અતિ ઉત્સાહ પૂર્વક કરવામાં આવી. સમગ્ર શાળા દેશભક્તિના રંગમાં રંગાયેલી જોવા મળી . શાળાના પટાંગણમાં ધ્વજવંદન વિધિના પ્રમુખ સ્થાને બિરાજમાન એવા શાળાના નિવૃત્ત શિક્ષક શ્રી ગુલાબભાઈ આર ભોયા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. એમના ટૂંકા વક્તવ્યમાં એમણે વિદ્યાર્થીઓને શુભેચ્છા આપતા કહ્યું કે ” એક વૃક્ષ માં કે નામ “ અભિયાન હેઠળ એક વૃક્ષનું વાવેતર જરૂરથી કરવું. શાળાના તમામ વિદ્યાર્થીઓ, સમગ્ર સ્ટાફ અને આમંત્રિત મહેમાનોએ રાષ્ટ્રગાન ગાઈને દેશ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓએ પોતાની કલા અને પ્રતિભા દ્વારા દેશભક્તિની ભાવના વ્યક્ત કરતા ગીતો ગાયા અને શાળાની વિદ્યાર્થીની કુ. કુરેશી ફઈમાં દ્વારા સ્વાતંત્ર દિન નિમિત્તે ખૂબ સુંદર સ્પીચ આપવામાં આવી . કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય શ્રી અજયકુમાર એફ રાઠોડે આ પર્વ નિમિત્તે મહાપ્રસાદ આપનાર તમામ દાતાશ્રીઓનો આભાર માન્યો હતો. સંસ્થાના પ્રમુખશ્રી મકબૂલહુસેન એ ચિખલીકરે ટેલિફોનિક તેમજ ઉપપ્રમુખશ્રી રફીકભાઈ આઈ લૂણતે, શાળાના નિવૃત્ત શિક્ષિકા શ્રીમતી લલિતાબેન પટેલ, શ્રીમતી દક્ષાબેન મહેતા ધ્વજવંદન વિધિમાં ઉપસ્થિત રહી સ્વાતંત્ર દિનની શુભેચ્છાઓ પાઠવી હતી. વોર્ડ સભ્યશ્રી રિયાઝભાઈ પટેલ, યુવા કાર્યકર એવા ઇલ્યાસભાઈ લૂણત, જિગરભાઈ ટેલર ,ભરતભાઇ પટેલ , મોહસીનભાઈ શેખ, અલ્તાફભાઈ કાનમિયા, અનિલભાઈ ગોહિલ (શ્રીરામ પેઈન્ટ, ચિખલી) , અનિલભાઇ વી પટેલ ( મધુરમ ટાયર રિમોલ્ડિંગ અઢારપીર), યોગેશભાઈ (જનરલ સ્ટોર્સ, અઢારપીર ) વગેરે ધ્વજ વંદન વિધીમાં ઉપસ્થિત રહી દેશભક્તિના રંગમાં રંગાઈ શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર ધ્વજવંદન વિધિનું સંચાલન શાળાના શિક્ષક શ્રી રાજેશભાઈ એમ દેસાઈ દ્વારા કરાવવામાં આવી. આમ શાળામાં ખૂબ જ ધામધૂમથી સ્વાતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી.

Share this post:

खबरें और भी हैं...

આજ રોજ  સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના હઝીરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક સિંગોતર માતાજી અને આશાપુરી માતાજીનાં મંદિર ખાતે ગુજરાત વિધાનસભાનાં કોંગ્રેસ પક્ષનાં નેતા અમિતભાઇ ચાવડા દ્વારા પુંજા અર્ચના કરી દર્શન કરવામાં આવ્યા.

Read More »

સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: –

Read More »

ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल