ઓલપાડ: કોબા પ્રાથમિક શાળામાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી.
રક્ષાબંધન એ ભાઈ બહેનના સંબંધને મજબૂત કરવાનો એક તહેવાર .આજ રોજ સુરત જિલ્લાના કોબા ગામમાં બાળકો દ્વારા બાળકો માં કુમાર અને કન્યા એ રીતે એકબીજા વચ્ચે ભાઈ બહેનના સંબંધ કાયમ માટે રહે અને એ લાગણી ને મજબૂત કરવા માટે એક અનોખો અવસર તહેવાર એટલે રક્ષાબંધન.
રક્ષાબંધનનો તહેવાર બધા ધર્મના લોકો ઉજવે છે. આ જ તો એક વિશેષ દિવસ છે જે ભાઈ-બહેનો માટે બનેલો છે. ભાઇના જીવનમાં, ભાઇના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધન પર્વ છે. મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઇને કોઇ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે, અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય છે. એવી સમજ શાળાનાં આચાર્ય શ્રી ધર્મેન્દ્ર પટેલ દ્વારા સમજાવવા મા આવ્યું.
અને સાથે બાળકો દ્વારા જે વૃક્ષો રોપ્યા હતા એ વૃક્ષોને પણ રાખડી બાંધી. વૃક્ષનો જતન કરવા માટેની ટેક બાળકોએ લીધી. અને આ વૃક્ષ જ્યાં સુધી મોટું થશે અને બાળકો જ્યાં સુધી પોતાના વર્ગ દરમિયાન અભ્યાસ પૂર્ણ કરશે ત્યાં સુધી એ વૃક્ષનું જતન કરશે. અને આજની રાખડી ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી દિલીપભાઈ તરફથી બાળકોને આપવામાં આવી અને ચોકલેટ દ્વારા મીઠુ મો કરવામાં આવ્યું.