નવસારી :- હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાંસદા તાલુકાની પ્રતાપ હાઈસ્કૂલ શાળામાં ચિત્ર, વકતૃત્વ અને દેશભક્તિના ગીતો ગાવાની સ્પર્ધા યોજાઇ*

આપણો તિરંગો આપણું ગૌરવ’ – નવસારી જિલ્લો
——-
*હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાંસદા તાલુકાની પ્રતાપ હાઈસ્કૂલ શાળામાં ચિત્ર, વકતૃત્વ અને દેશભક્તિના ગીતો ગાવાની સ્પર્ધા યોજાઇ*હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાંસદા તાલુકાની પ્રતાપ હાઈસ્કૂલ શાળામાં ચિત્ર, વકતૃત્વ અને દેશભક્તિના ગીતો ગાવાની સ્પર્ધા યોજાઇ*
——-
( નવસારી : શનિવાર ) કેન્દ્ર સરકાર દ્વારા તા.૮ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે . મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા પણ તા.૮થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન સમગ્ર રાજ્યમાં ૭૮માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી થઈ રહી છે . આ અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાની વિવધ શાળાના વિધાર્થીઓ ‘ પોતાનું અનોખું યોગદાન આપી રહ્યા છે .
જેના ભાગરૂપે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની પ્રતાપ હાઈસ્કૂલ ખાતે દેશ ભક્તિની થીમ ઉપર રંગોળી, ચિત્ર, વકતૃત્વ સ્પર્ધા સાથે દેશભક્તિના ગીતો ગાવાની સ્પર્ધાઓ યોજાઇ હતી. તેમજ શાળાની વિધાર્થીઓ અને શિક્ષકો દ્વારા દેશના નકશાની ભવ્ય પ્રતિકૃતિ પણ બનાવાઈ હતી. બાળકોએ રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતા વિવિધ ચિત્રો બનાવી હતી. સાથે જ દેશભક્તિની થીમ પર વકૃત્વ સ્પર્ધા તેમજ દેશભક્તિના ગીતો ગાવાની સ્પર્ધા પણ યોજાઇ હતી. સાથોસાથ શાળા પરિવાર દ્વારા બાળકોને આઝાદી તેમજ તિરંગાનું સન્માન જળવાય તે અંગેની સમજ પણ આપવામાં આવી હતી.

રિપોર્ટર :- દિપકસિહ પરમાર : રાનકુવા
–૦૦–

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल