પાડોશી બાંગલા દેશમાં અનામત નાબુદી માટે શરૂ થયેલું ક્યાંથી ક્યાં પહોંચી ગયું છે. વિદ્યાર્થી સંગઠનોએ શરૂ કરેલા આંદોલનમાં હવે વિદ્યાર્થીઓ ક્યાય દેખાતા નથી.
લગભગ 600 થી વધુ નિર્દોષોની જાન ગઈ છે. 53 વરસથી બાંગલા દેશને પોતાનું વતન સમજી હળીમળીને રહેતા લઘુમતી કોમને નિશાન બનાવવામાં આવી છે. તેમની માલ મિલ્કત દુકાનો મકાનોને લુટી લઈ આગ ચાંપવામાં આવી છે. તેમના આસ્થાના પ્રતીકરૂપ મંદિરોમાં વ્યાપક તોડફોડ કરવામાં આવી છે. આશરે એક કરોડ લઘુમતી કોમ ટેન્શન ખતરા વચ્ચે દિવસો પસાર કરી રહી છે.ધાર્મિક સ્થળોને અનામત સાથે શું લેવા દેવા?
બાંગ્લાદેશના સ્થાપક મુજીબર રહેમાનની મૂર્તિઓ તોડી પડાય છે. હસીના સમર્થક અવામી લીગ પાર્ટીના એક બે નહીં 20/20 અગ્રણી નેતાઓની હત્યા કરવામાં આવી છે. તેમની ઓફિસ મકાનોને આગ ચાંપવામાં આવી છે. આમાં શિક્ષણ અને અનામતની કોઈ વાત તમને દેખાય છે ખરા?
શેખ હસીના પોતાનું પ્રવચન પણ પૂરું કરી શક્યા નહીં અને પહેરેલે કપડે જાન બચાવી ભાગી છૂટ્યા. હસીના હાલ ભારતમાં ગુપ્ત સ્થળે છે.
તોફાનીઓએ હસીનાના બંગલો ઓફિસ સળગાવી ફૂંકી માર્યા. અરે તોફાનીઓ હસીનાના બેડરૂમમાં બેડ પર આરામથી સુઈ સેલ્ફી પાડતા રહ્યા. હસીનાના આંતરવસ્ત્રો બહાર લાવી ઉછાળી રહ્યા હતા. તેમનો મેકઅપનો અને બીજો અંગત સામાન પણ લૂંટીને લઈ ગયા. શું વિદ્યાર્થીઓ આવા હોય? તો પછી આ કોણ છે?
ચાર ચાર દિવસ સુધી આખા દેશમાં હત્યા લૂંટફાટ આગચંપી અરાજકતા તોફાન ધમાલ ચાલતા રહ્યા?
શું આ વિદ્યાર્થીઓ હતા? નહીં તો આ ટોળાં કોના હતા? ક્યાંથી આવ્યા હતા? એમનો મકસદ શું હતો? આ ટોળાંઓએ બાંગ્લાદેશને અબજો અબજો રૂપિયાનુ નુકસાન પહોચાડ્યું છે. સેકંડો મકાનો દુકાનો ઓફિસો જાહેર સરકારી મિલ્કતોને આગના હવાલે કરી દીધી છે. બાંગ્લાદેશ પચાસ વરસ પાછળ પડી ગયું છે.
અફઘાનિસ્તાનથી શરૂ થયેલો પાડોશમાં ભારત વિરોધી સરકાર બનવાનો સિલસિલો અફઘાનિસ્તાન મ્યાનમાર નેપાળ પાકિસ્તાન શ્રીલંકા થઈ બાંગ્લાદેશ પહોંચ્યો છે. ભારતની આજુબાજુ ભારત વિરોધી સરકારો રચાય ગઈ છે. ચીન તો દુશ્મન નંબર વન છે. અમેરિકામાં પણ કમલા હેરિસન ભારત વિરોધી છે. ટ્રમ્પ ધૂની અને તરંગી માણસ છે.
ભારત સાવધાન ચારેબાજુમાં ભારત વિરોધીઓ મજબૂત થઈ રહ્યા છે. જ્યા સુધી બધાના હાથોમાં કામ બધાને સન્માન નહીં મળે ત્યાં સુધી ટોળાંઓ પોતાની મનમાની કરતા રહેશે.
લેખક :- અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત.
93769 81427