ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી; વલસાડના નાનાપોંઢા ખાતે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ભવ્ય ઉજવણી…
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ નાનાપોંઢા સર્કલ ખાતે આવેલી ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પ અર્પણ કરી આ ગૌરવપૂર્ણ કાર્યક્રમની શરૂઆત કરાવી…

ભવ્ય રેલીમાં પરંપરાગત આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા લોકનૃત્યો અને વાદ્યોના તાલે મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ અને બહેનો ઉત્સાહભેર જોડાયા; સમગ્ર વાતાવરણ આદિવાસી અસ્મિતા અને ગૌરવના નાદથી ગુંજી ઉઠ્યું…

આ રેલી દરમિયાન આદિવાસી નૃત્યમાં નાયબ મુખ્યમંત્રી પણ સહભાગી થયા…
#JanjatiyaGauravDiwas






