વ્યારા સુગરના 850થી વધુ ખેડૂતોના બાકી લેણાંના ₹7.14 કરોડ ચૂકવવાનો નિર્ણય, દિવાળી પહેલાં નાણા સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે…

રાજ્ય સરકારે ખેડૂતો માટે જરૂરી વ્યવસ્થાઓ ગોઠવીને આશરે 850થી વધુ ખેડૂતોને ₹7.14 કરોડ જેટલી માતબર રકમ શેરડીના બાકી નાણાં પેટે સીધી ચૂકવી દેવાનો નિર્ણય કર્યો છે. આ નાણા દિવાળી પૂર્વે જ સીધા ખેડૂતોના બેંક ખાતામાં ચૂકવી દેવામાં આવશે…





