‘ભારત પર્વ’માં આંધ્રપ્રદેશ પ્રવાસન વિભાગ દ્વારા વિશ્વની 130 ભાષાઓમાં અવિરત વાતચીત કરી શકે તેવું AI રજૂ કરાયું; આંધ્રપ્રદેશ ટૂરિઝમે રજૂ કરેલું NiVU પ્લેટફોર્મ ગુજરાતી, હિન્દી, તેલુગુ, તમિલથી માંડીને ફ્રેન્ચ, સ્પેનિશ કે જાપાનીઝ એમ વિશ્વની 130 ભાષાઓમાં અસ્ખલિત વાતચીત કરી શકે છે…

એકતાનગરની મુલાકાતે આવેલા ગુજરાતી પ્રવાસીઓ જ્યારે માતૃભાષામાં સવાલ પૂછે અને સામેથી ગુજરાતીમાં આંધ્રપ્રદેશના પ્રવાસન સ્થળોની માહિતી મળે ત્યારે લોકોના ચહેરા પર આશ્ચર્ય અને આનંદ છવાઈ જાય છે..






