બારડોલીના સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ બારડોલી ખાતે ને.હા.ન. 48,અને હાઈવે. ન,53, રી ડેવલોપમેન્ટ કામની સમીક્ષા કરી…

બારડોલીના સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ બારડોલી ખાતે ને.હા.ન. 48,અને હાઈવે. ન,53, રી ડેવલોપમેન્ટ કામની સમીક્ષા કરી.

— બારડોલીના અસ્તાન રેલ્વે ફાટક,અને ધામડોદ રેલ્વે ફાટક ખાતે સ્થળ પર જઈને સમીક્ષા કરી.
બારડોલી.તા.20./01/2026

23 બારડોલી લોકસભાના સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ આજે પોતાના મત વિસ્તાર બારડોલીની મુલાકાત લીધી હતી. અને નેશનલ હાઈવે નંબર 48, હાઈવે ન 53, પસાર થતા બારડોલી નગરના પ્રવેશ ધ્વાર ધુલિયા ચાર રસ્તા ,નવસારી, મહુવા, વ્યારા, તરફ જવા માટે બારડોલીમાં એન્ટ્રીના રી ડેવલોપમેન્ટ કરવા માટે ધુલિયા ચાર રસ્તા ટ્રાફિક ની સમસ્યા હળવી કરી શકાય તે માટે , તેમજ પ્રજાજનો માટે સેનીટેશનની સુવિધા ઉભી કરી શકાય, તે માટે, મલ્ટીપલ ક્રોસિંગ પોઇન્ટ છે.જેથી માલીબા કોલેજ, તાજપોર કોલેજ, વિધાર્થીઓને સુખાકારી માટે અને મુખ્ય પોઇન્ટ ને રી ડેવલોપિંગ કરવા માટે
બેઠક મળી હતી.જેમાં તમામ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.જેના માટે સુરત SVNIT રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ના નિષ્ણાતો દ્વારા રિસર્ચ કરી પ્રપોઝલ બનાવીને આગળની કામગીરી હાથ ધરવામાં આવશે. ત્યાર બાદ વેસ્ટર્ન રેલવે વિભાગ ધ્વારા બારડોલીના
અસ્તાન રેલ્વે ફાટક,અને ધામડોદ રેલ્વે ફાટક ખાતે સ્થળ પર જઈને સમીક્ષા કરી હતી.
આ મિટિંગમાં સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, હાઈવે ઓથોરિટીના અધિકારીઓ તરુણ ગુપ્તા અને અજય સોની , રેલ્વે વિભાગના અધિકારીઓ, બારડોલી નગર પાલિકાના ચીફ ઓફિસર મિલન ભાઈ પલસાણા, તથા જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ મહામંત્રીશ્રીઓ જીગરભાઈ નાયક ,રાજેશભાઈ પટેલ, કિશનભાઇ પટેલ તથા બારડોલી નગર પાલિકાના પ્રમુખ ધર્મેશ ભાઈ પટેલ, બારડોલી નગર પ્રમુખ અનંત જૈન, મહામંત્રી નિસર્ગ મહેતા, મુકેશ પટેલ, બારડોલી તાલુકા પંચાયત પ્રમુખ જમના બેન, મીડિયા ઈનચાર્જ તેજસ વશી, બારડોલી તાલુકા પ્રમુખ ડો આનંદ પટેલ, ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત આત્મીયતા ન્યૂઝ બારડોલી

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल