રાજપૂત પ્રોફેશનલ ક્લબ – ભરૂચ દ્રારા તારીખ ૧૦/૧૧ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ કેવડિયા ખાતે ” રાજપૂત પ્રોફેશનલ કોન્ફરન્સ ” નું ખુબજ સરસ અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

બે દિવસીય આ પ્રોફેશનલ કોન્ફરન્સ માં ભરૂચ જિલ્લામાંથી રાજપૂત સમાજ ના પ્રોફેશનલ / બિઝનેસ / સર્વિસ સેક્ટર સાથે જોડાયેલા રાજપૂત સમાજ ના સભ્યો જોડાયા હતા.

રાજપૂત (ક્ષત્રિય) સમાજ સામાજિક ક્ષેત્ર સાથે સાથે બિઝનેસ ક્ષેત્રે પણ હરણફાળ પ્રગતિ કરે એ ઉદેશ્ય સાથે સમાજ ના બિઝનેસ ક્ષેત્રે નિષ્ણાત તેમજ મોટીવેશનલ સ્પીકર દ્રારા ઉપસ્થિત સભ્યો ને બિઝનેસ, સર્વિસ તેમજ આવનાર સમય માં AI ના માધ્યમથી પોતાના બિઝનેસ ને કેમ વધારે વિકસતી કે સક્ષમ કરવો આ બાબતે વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા.

આ કોન્ફરન્સ માં સ્પીકર તરીકે મારી સાથે રાજપૂત સમાજ ના બોલિવૂડ એક્ટર, writer અને એક્ટિંગ કોચ હેમતસિંહ ખેર (સ્કેમ 1992 ફિલ્મ ના ફેમસ એક્ટર) , ડો. વનરાજસિંહ ઝાલા (ડાયરેક્ટર સીનરજી ગ્રુપ), વિક્રમસિંહ મહીડા (જનરલ મેનેજર, meghmani organics ltd), પંકજસિંહ મલ (મોટીવેશનલ સ્પીકર) અને ઉમેશ પટેલ ( આસિસ્ટન્ટ પ્રોફેસર, આણંદ ઇન્સ્ટિટ્યૂટ) ઉપસ્થિત રહ્યા હતા.

સમાજ માં આપણે સામાજિક સમરસતા સાથે સાથે આર્થિક સક્ષમતા કેમ સમાજ માં લાવવી આ બાબતે હવે ના સમય માં કામ કરવું ખુબજ જરૂરી છે અને આ સાથે જ ભવિષ્ય માં બિઝનેસ / પ્રોફેશન / સર્વિસ ક્ષેત્રે જોડાયેલા ગુજરાત ભરના રાજપૂત (ક્ષત્રિય) માટે કોન્ફરન્સ / મીટ અપ / સેમિનાર ના આયોજન થાય એ પણ ખુબજ જરૂરી છે. ભવિષ્ય માં આવા આયોજન થાય એ માટે ના પ્રયાસ માં સહભાગી થવાનો આપણે સહુને આનંદ થશે 🙏🏻
ભવિષ્ય માં સમાજ ની આ વિષયે કાર્ય કરતી સંસ્થાઓ દ્વારા સમાજ ના યુવાઓ માટે ધંધાકીય, પ્રોફેશનલ કે સર્વિસ ક્ષેત્રે આર્થિક સક્ષમતા તેમજ રોજગારી ના અવસરો ઊભા કરવા તેમજ સમાજ માં વધુ માં વધુ સંયુક્ત સાહસ ના પ્રયત્નો કરવામાં આવે એ દિશા માં કાર્ય કરવું જોઈએ..

RPC (રાજપૂત હિતવર્ધક મંડળ ભરૂચ) સમાજની સમગ્ર આયોજક ટીમ દ્રારા ખુબજ સુંદર વ્યવસ્થા અને સંચાલન કરવામાં આવ્યું હતું જે બદલ આયોજન કરતા સમગ્ર ટીમ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ અભિનંદન






