છત્રપતિ શિવાજી મહારાજે સુરત શહેર ને કેમ નિશાન બનાવ્યુ ???

છત્રપતિ શિવાજી મહારાજે સુરત પર બે વખત (1664 અને 1670) આક્રમણ કર્યું હતું. આ બંને હુમલામાં મળીને અંદાજે 1.66 કરોડ રૂપિયાની સંપત્તિ લૂંટાઈ હતી. તે સમયના હિસાબે સુરત મુઘલ સામ્રાજ્યનું સૌથી ધનિક બંદર હતું.

⚔️ શિવાજી મહારાજે સુરત શહેર ને કેમ નિશાન બનાવ્યુ ??? 
મોઘલ બાદશાહ ઔરંગઝેબ દક્ષિણ મહારાષ્ટ્રમાં મરાઠાઓ પર દબાણ વધારી રહ્યા હતા. તેમના પર અત્યાચાર વધારે કરતાં હતા.તેનો જવાબ આપવા માટે અને પોતાની સૈન્ય શક્તિમા વધારો કરવા માટે ધન ની ખૂબ જરૂરીયાત હતી. શિવાજીએ મુઘલોના ખજાનાનું મુખ્ય સ્ત્રોત બનેલું શહેર સુરત પસંદ કર્યું.

🏰 અંગ્રેજો અને ડચને હાથ કેમ ન લગાવ્યો?
તે સમયે સુરતમાં અંગ્રેજ અને ડચોની મજબૂત કોઠીઓ (ફેક્ટરી/કિલ્લા) હતી. અંગ્રેજ ગવર્નર જ્યોર્જ ઑક્સન્ડને કિલ્લાને સશસ્ત્ર અને મજબૂત રાખ્યો હતો. શિવાજીનું મુખ્ય લક્ષ્ય મુઘલ સંપત્તિ હતી — યુરોપિયન શક્તિઓ સાથે સીધો સંઘર્ષ ટાળવો તેમની વ્યૂહરચના હતી.

💰સુરત વિરજી વહોરાનો મહેલ
સુરતના પ્રખ્યાત વેપારી વિરજી વહોરાનો મહેલ લૂંટાયો અને સળગાવી દેવાયો. તેમની સંપત્તિ અંદાજે 80 લાખ રૂપિયા ગણાતી હતી. શહેરનો લગભગ બે-તૃતીયાંશ ભાગ આ લૂંટમાં નષ્ટ થયો.

🛡️ મુઘલ શાસનની નિષ્ફળતા
મુઘલો નો સુરતનો સિપાસાલર ઇનાયત ખાને  પાસે શિવાજી સામે લડવા માંટે પુરતું સૈન્યબળ ન હતું. માત્ર 750 જેટલા સૈનિકો હતાં ..એની સામે 7000 થી વધારે મરાઠાઓ નું સૈન્ય હતું સામાન્ય નાગરિકોને ભગવાન ભરોસે છોડ્યા અને કિલ્લામાં છુપાઈ ગયો હતો — જેના કારણે શહેર રક્ષણ વિહોણું બની ગયું… શિવાજી મહારાજ ના સૈન્ય દ્વારા આમ પ્રજા ને  કોઈ નુકસાન તકલીફ પહોંચાડવામાં આવ્યું ન હતું ફકત મુઘલસિપાસાલર ની છાવણી ને નુકસાન કર્યુ હતું. મુઘલો નાવેપરીઓને જ તારગેટ કરવામાં આવ્યા હતા.. 

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल