શ્રી મોતા કેળવણી મંડળ સંચાલિત શ્રી શાંતારામ ભટ્ટ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ મોતા.


ઉત્સવો એ ભારતની સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે અને આપણા પૂર્વજો દ્વારા મળેલી અનમોલ ભેટ છે તહેવારો આપણા જીવનને ઉમંગથી ભરી દે છે. દિવાળી એટલે માતા લક્ષ્મી, સરસ્વતી, તથા રંગોળી ,રોશની ,દીવા તથા આતશબાજી થી અંધારી રાતને પ્રકાશિત બનાવવાનો દિવસ.

ભગવાન રામચંદ્રજી માતા સીતા અને ભાઈ લક્ષ્મણની સાથે ૧૪ વર્ષ વનવાસ કરીને પાછા આવ્યા હતા ,શ્રીરામના આગમન માટે અયોધ્યાવાસીઓએ ઘરે ઘરે દીવા પ્રગટાવી નગરને પ્રકાશિત કર્યો હતો ત્યારથી દિવાળીના દિવસે દીવા પ્રગટાવવાની પરંપરા છે. દિવાળીની પરંપરાગત રીતે થતી ઉજવણીથી બાળકો પરિચિત થાય એ હેતુથી પ્રી. પ્રાઇમરી વિભાગના નાના બાળકોએ સુંદર સંદેશ આપતી નાટ્યકૃતિ રજૂ કરી હતી. તથા બાળકોને દિવાળીમાં ઘરોમાં થતી સજાવટ ,વિવિધ નાસ્તા તેમજ રંગોળીની સમજ આપી હતી. તે બદલ શાળાના આચાર્યશ્રી દીપિકાબેન દેસાઈ તથા મોતા કેળવણી મંડળના પ્રમુખશ્રી નવીનભાઈ પટેલ તથા સર્વ સદસ્યોએ સૌને ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.

શ્રી મોતા કેળવણી મંડળ સંચાલિત શ્રી શાંતારામ ભટ્ટ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ મોતામાં પ્રી.પ્રાઇમરીના નાના ભૂલકાઓ દ્વારા દિવાળી પર્વની ઉજવણી
ગુજરાત આત્મીયતા ન્યૂઝ બારડોલી : Mo : 9016924808 :- તંત્રી : હિમાંશુ ઠાકોર






