બારડોલી ખાતે યોજાનારા પ્રદેશ અધ્યક્ષ ના અભિવાદન સમારોહ ને લઈને આયોજનના ભાગરૂપે બેઠક મળી…

બારડોલી ખાતે યોજાનારા પ્રદેશ અધ્યક્ષ ના અભિવાદન સમારોહ ને લઈને આયોજનના ભાગરૂપે બેઠક મળી.

બારડોલી.

તારીખ 12 નવેમ્બર રવિવાર ના રોજ સુરત જિલ્લા અને તાપી જિલ્લા ભાજપા દ્વારા નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા નો અભિવાદન કાર્યક્રમ સુરત જિલ્લાના બારડોલીના નાંદીડા ચોકડી ખાતે રાખવામાં આવ્યો છે. જે અંતર્ગત આજરોજ સુરત જિલ્લા મધ્યસ્થ કાર્યાલય ખાતે સુરત જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભરતભાઈ રાઠોડ તેમજ તાપી જિલ્લા ભાજપા પ્રમુખ સૂરજભાઈ વસાવા ના અધ્યક્ષ સ્થાને કાર્યકર્તા ઓની એક અગત્યની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં તારીખ 12 તારીખે યોજનાર અભિવાદન કાર્યક્રમમાં વ્યવસ્થાના ભાગ રૂપે અલગ-અલગ સમિતિઓની રચના કરી કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવી હતી. તેમજ સભાસ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં સુરત જિલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ તાપી જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા વ્યારા ના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકની નિઝર વિધાનસભાના ધારાસભ્યશ્રી જયરામભાઈ ગામીત સુરત જિલ્લા મહામંત્રી જીગરભાઈ નાયક પ્રદેશ સહ સંયોજક શ્રી જગદીશભાઈ પારેખ, કિશનભાઇ પટેલ તેમજ સુરત જિલ્લા અને તાપી જિલ્લાના તાલુકા અને નગરના પ્રમુખ અને હોદ્દેદારો મહિલા મોરચા ન હોદેદારો હાજર રહ્યા હતા.

ગુજરાત આત્મીયતા ન્યૂઝ : બારડોલી 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल