*ઉચ્છલ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોર ગદ્દી છોડ કાર્યક્રમ અંતર્ગત ૨૪ વડપાડા નેસુ જિલ્લા પંચાયત સીટ ખાતે સહી ઝુંબેશ અને મિસ કોલ અભિયાન*

જનાદેશ પ્રતિનિધિ ઉચ્છલ

મહારાષ્ટ્ર અને કર્ણાટકની એક-એક બેઠકમાંથી વોટ ચોરી શોધી કાઢ્યા બાદ સમગ્ર ભારત દેશમાં ચર્ચાસ્પદ બનેલા મુદ્દાને અસરકારક રીતે જનતા સમક્ષ લઈ જવા માટે કોંગ્રેસ પાર્ટીએ કમર કસી છે.

વૉટ ચોર.. ગદ્દી છોડ. ઝુંબેશ હેઠળ
તાપી જિલ્લાના ૨૪ વડપાડા – નેસુ જિલ્લા પંચાયત સમાવિષ્ટ વિવિધ ગામો જેમ કે ભીંતબુદ્રુક , માણેકપુર,સુંદરપુર, જુની કાચલી ભીંતખુર્દ વડપાડાભીંત રાવજીબુંદા, વડપાતલ હરીપુર, વડદેખુર્દ, કમલાપુર, જામલી,મોગલબારા, સસા, લીંબાસોટી, પેથાપુર, નુરાબાદ, ખાબદા, બાબરઘાટ, મોવલીપાડા, વડપાડા નેસુ ગામો માં શ્રી.રાહુલ ગાંધીજીની આ ઝુંબેશને સમર્થન આપવા લોકો પાસે સહી કરાવી જાગૃત કર્યા અને વોટ ચોરી વિરૂધ્ધ લોકજાગૃત ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે

જેમાં ઉચ્છલ તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખશ્રી જગદીશભાઈ ગામીત, તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ મહામંત્રીશ્રી. રીમુભાઈ ગામીત, મંડલ પ્રમુખશ્રી વિનોદભાઈ ગામીત,યુથ કોંગ્રેસ પ્રમુખશ્રી મધુરભાઈ ગામીત, ઉચ્છલ APMC ના ચેરમેન શ્રી સમીરભાઈ વસાવા ઉચ્છલ તાલુકા વિરોધ પક્ષ નેતા મહેશભાઈ વળવી, ઉચ્છલ તાલુકા પંચાયત સદસ્ય શ્રી વિવેક પાડવી, માજી સરપંચ સુરેશભાઈ, સંદીપભાઈ સહીત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યાં.
ગુજરાત આત્મીયતા ન્યૂઝ : બારડોલી






