વાલોડ તાલુકા અંધાત્રી ધમણિયા ગામ માં દીપડી પાંજરે પુરાઈ..

તાપી જિલ્લા તા: 28 સપ્ટેમ્બર રવિવારે વાલોડ તાલુકા ધમણીય ગામમાં દીપડી પકડવાની સફળ કામગીરી
વાલોડ તાલુકા ના ધમણિય વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડીના અવરજવર અને પશુઓના શિકારની ઘટનાઓથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. 28 સપ્ટેમ્બર ના રોજ એક દીપડી પાંજરે પુરાય હતી. ગામના ધરા સભિય મોહનભાઈ દ્વારા 28 સપ્ટેમ્બર રવિવારે વાલોડ વનવિભાગના RFO માં જાણ કરવામાં આવી હતી. વનવિભાગે તાત્કાલિક પગલાં લેતાં કેતનભાઈ છોટુભાઈ ના ઘર પાછળ 1 પાંજરા મુકવામાં આવ્યો હતો.
28 સપ્ટેમ્બર રવિવારે રાત્રે 8.30 કલાકે પાંજરા પાસે દીપડી આવી પકડાય ગયેલ અંધાત્રી ગામના સરપંચે વાલોડ વનવિભાગના RFO ને જાણ કરવામાં આવી અને તરત જ વનવિભાગના કર્મચારીઓ જોનીમ ચૌધરી, અર્જુન ચૌધરી તથા RCSSG તાપી બ્રાંચના સભ્યો ઇમરાન વૈદ તાત્કાલિક સ્થળ પર હાજર થયા હતા.
• દીપડી અંદાજે 5–6 વર્ષ પાંજરામાં પકડાઈ
• દીપડીને વાલોડ વનવિભાગની નર્સરીમાં ખસેડવામાં આવી.
• બીજા 2 દીપડા પકડવા માટે તજવીજ ચાલુ છે.
• કેતનભાઈ છોટુભાઈ ના ઘર પાછળ થી દીપડી પાંજરાપુરા
આ કામગીરીમાં વનવિભાગ અને RCSSG તાપી બ્રાંચના સભ્યોનો સહયોગ નોંધપાત્ર રહ્યો. ગ્રામજનોની સુરક્ષા અને વન્યજીવનના સંરક્ષણ માટે આ સંકલિત પ્રયાસ પ્રશંસનીય છે.






