શ્રી નવદુર્ગા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત જે.એમ. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલના પટાંગણમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ની કચેરી શાળા વિકાસ સંકુલ 12 અને જે એમ પટેલ સાર્વજનિક હાઇસ્કુલ , બારડોલી ના સંયુક્ત ઉપક્રમે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025 – 26 નું આયોજન કરવામાં આવ્યું હતું

આ સમારંભના મુખ્ય અતિથિ તરીકે સુરત જીલ્લા સંચાલક મંડળના ઉપપ્રમુખશ્રી અજીતસિંહ બી. સુરમા ,જીલ્લા શિક્ષણ અને તાલીમભવન સુરતથી માર્કંડકુમાર માવાણી, નવદુર્ગા સાર્વજનિક મંડળના ટ્રસ્ટીશ્રીઓ, હોદ્દેદારો અને કારોબારી સભ્યો,svs 12ના કન્વીનર શ્રીમતી આશાબેન પટેલ, આચાર્યસંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની મુખ્યથીમ વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ હતી.આચાર્યા શ્રીમતી સ્નેહલબેન પટેલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત પ્રવચન કરી આવકાર આપ્યો હતો.

આ બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં બારડોલી અને મહુવા તાલુકાની તમામ શાળાઓએ ભાગ લીધો હતો જેમાં બાળ વૈજ્ઞાનિક દ્વારા કુલ 134 પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતાં. જેના પરિણામો આ મુજબ છે.
વિભાગ 1 ટકાઉ ખેતી
પ્રથમ ક્રમ:,-વશિષ્ઠજેનેસિસ સ્કૂલ બાબેન. (ગુજ.માં.)
પ્રોજેક્ટ નું. નામ: આધુનિક ખેતી
દ્વિતીય ક્રમ:,-
ધન ગૌરી સાર્વજનિક હાઇસ્કુલ વલવાડા પ્રોજેક્ટ નું નામ -મલ્ટી પરપઝ વેહિકલ ફોર ફાર્મિંગ
તૃતીય ક્રમ
બી એ બી એસ હાઇસ્કુલ બારડોલી
પ્રોજેક્ટનું નામ ઇઝી ગુડ કેરિયર
વિભાગ 2 કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિક વિકલ્પો .
પ્રથમ ક્રમ જે એમ પટેલ સાર્વજનિક હાઇસ્કુલ બારડોલી .
પ્રોજેક્ટ નું નામ વેસ્ટ ફૂડ એરેન્જમેન્ટ
દ્વિતીય ક્રમ. નાલંદા ઇંગ્લીશ મીડીયમ સ્કુલ બારડોલી .
પ્રોજેક્ટ નું નામ. બાયો પ્લાસ્ટિક
તૃતીય ક્રમ. ઉત્તર બુનિયાદી કન્યા શાળા વાઘેચા.
પ્રોજેક્ટ નું નામ. ક્લીન ઇન્ડિયા સ્માર્ટ ઇન્ડિયા
વિભાગ ત્રણ ગ્રીન એનર્જી
પ્રથમ એસ કે પટેલ સાર્વજનિક હાઇસ્કુલ વાંકાનેર.
પ્રોજેક્ટ નું નામ ગ્રીન સિટી
દ્વિતીય ધ કડોદ હાઇસ્કુલ કડોદ .
પ્રોજેક્ટ નું નામ. ફુટ સ્ટેમ્પ એનર્જી
તૃતીય ક્રમ. એમ બી વામદોત એન પી બી પટેલ હાયર સ્કેલ સેકન્ડરી સ્કુલ, બારડોલી
પ્રોજેક્ટનું નામ. ઇલેક્ટ્રીક સીટી ફ્રોમ ફૂડ વેસ્ટ
વિભાગ ૪ નવીન ટેકનોલોજી તથા મનોરંજક ગાણિતિક મોડલ
પ્રથમ ક્રમ. બી એ બી એસ હાઇસ્કુલ બારડોલ
પ્રોજેક્ટ નું નામ. એટ હોમ એટોમિક દ્વિતીય ક્રમ
એન બી પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ બારડોલી.
પ્રોજેક્ટનું નામ એજ્યુ રોબોટ
તૃતીય ક્રમ
જે એમ પટેલ સાર્વજનિક હાઇસ્કુલ બારડોલી
પ્રોજેક્ટ નુ નામ હાઈ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર મોનીટરીંગ વિભાગ ૫
આરોગ્ય અને સ્વચ્છતા જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન
પ્રથમ
એસ કે પટેલ સાર્વજનિક હાઇસ્કુલ વાંકાનેર સ્પીરુલીના
દ્વિતીય ક્રમાંક
કે એલ પટેલ એન્ડ વી એમ એમ સાર્વજનિક હાઇસ્કુલ અનાવલ.
પ્રોજેક્ટ નું નામ પણ માસિક ચક્ર પર ફાસ્ટ ફૂડ નો પ્રભાવ .
તૃતીય બીએબીએસ હાઇસ્કુલ બારડોલી કંટ્રોલ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન અફેક્ટિંગ હ્યુમન્સ.
દરેક વિભાગમાંથી પ્રથમ ક્રમ જે શાળાને મળ્યો છે તે શાળા જીલ્લા કક્ષાએ બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેવા જશે.
દરેક વિભાગના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓ અને શાળાને જે. એમ પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ તરફથી સ્મૃતિભેટ આપવામાં હતી.. .
ગુજરાત આત્મીયતા ન્યૂઝ : બારડોલી Editor : Himanshu Thakor : 9016924808







