*ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લા મીડિયા વિભાગ*
*તારીખ ૨૫/૯/૨૦૨૫ (ગુરૂવાર)*
*નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ

એ જી.એસ.ટી. સુધારાના અનુસંધાને પત્રકાર પરિષદ યોજી વિગતવાર માહિતીઓ આપી*
*વાપી વી.આઇ.એ.હોલ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં જિલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા જી.એસ.ટી બચત અંગે માહિતીઓ આપી*
——————————————-
*દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર દ્વારા જી.એસ.ટી.માં કરવામાં આવેલ સુધારા (GST REFORMS) સંદર્ભે વિગતવાર માહિતી આપવા વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાની આગેવાનીમાં,ગુજરાતના નાણાં,ઉર્જા,પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબીનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના વાપી વી.આઈ.એ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રમોદીજીના નેતૃત્વમાં શરૂ કરવામાં આવેલ જી.એસ.ટી બચત અભિયાન અંગે માહિતી આપી હતી,નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ ગરીબ મધ્યમવર્ગ, કિસાન તેમજ ઉદ્યોગકારો સહિત આમ જનતા ને જી.એસ.ટી સુધારા થકી થનાર લાભો અને બચત અંગે વિગતવાર માહિતીઓ આપી હતી*

*આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ,વી.આઈ.એ. પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રી જીતેશભાઈ પટેલ,જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર શ્રી દિવ્યેશ કૈલાશનાથ પાંડે, વાપી શહેર પ્રમુખ શ્રી મનીષભાઈ પટેલ, વાપી તાલુકા પ્રમુખ શ્રી સમયભાઈ પટેલ,વાપી નોટિફાઇડ પ્રમુખ શ્રી અમનભાઈ ત્રિવેદી,જિલ્લા સહ-મીડિયા ઇન્ચાર્જ શ્રી સંદીપભાઈ પટેલ, સહિત ત્રણે મંડળના હોદ્દેદારો,કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા*

દિવ્યેશ કૈલાશનાથ પાંડે
મીડિયા કન્વીનર વલસાડ જિલ્લા ભાજપ






