યાદ છે ગોરલ ??? 

યાદ છે ગોરલ ??? 
એક ખાંડી માંડવીને એક તોલું હેમ.
આપણે તો તાળો મેળવતા એમ.

વિઘે ભલે દહેક મણ ઉતરતી.
તોયે તું હારનું વેન કરતી.
હું તારી હારુ કંચન લાવતો કેમ?
યાદ છે ગોરલ?

ને રૂપિયો! તો કે પૈડું_ગાડાનું.
કેવું પિત્તળ ચમકતું આડાનું!
પેટ ને પ્રસંગ બેઉં સચવાતાં એમ.
યાદ છે ગોરલ?

ઉતારો વધ્યો છે આજકાલ.
પણ વિઘે પચાસ_મણ નીકળે ન માલ.
તને લાગે છે? હવે બદલાયો ટેમ.

યાદ છે ગોરલ?
એક ખાંડી_માંડવીને એક તોલું હેમ.

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल