નારી તુ ના હારી: ઘાટ ગામની માતા-પુત્રીની જોડી પ્રાકૃતિક ખેતીમાંથી પોતાનો પરિવાર નું ગુજરાન ચલાવે છે..

નારી તુ ના હારી: ઘાટ ગામની માતા-પુત્રીની જોડી પ્રાકૃતિક ખેતીમાંથી પોતાનો પરિવાર ચલાવે છે



––
ગુજરાત આત્મીયતા ન્યૂઝ :-  બ્યુરો, તા.૨૫, તાપી
તાપી જિલ્લાના ઘાટ ગામના સુંદરબેન ગામીત અને તેમની ૨૨ વર્ષીય પુત્રી બંને મહિલાઓ એકલે હાથે ખેતી કરે છે. આ વખતે સિઝનમાં સુંદરબેને પોતાના ખેતરમાં ભીંડા, રીંગણ, દુધી, હળદર જેવા રોકડિયા પાક કરેલા છે. ફક્ત માતા અને પુત્રીની જોડી મળીને ૧ વીંઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરીને વર્ષે દહાડે ૨ લાખ કરતા વધારે આવક મેળવે છે. સુંદરબેનને અમે પૂછ્યું કે તમે રાસાયણિક ખેતી કરો તો આના કરતા આવક વધારે થાય કે નહિ ? તેના જવાબમાં સુંદરબેને જણાવ્યું કે કદાચ આવક વધારે થાય પણ ખર્ચો એટલો જ સામે વધી જાય છે. ઉપરાંત પ્રાકૃતિક કૃષિથી મેળવેલ ઉત્પાદનનો ભાવ બજારમાં વધુ આવે છે. કોઈ દિવસ ઉત્પાદન વેચાણની જાહેરાત નથી કરવી પડતી. લોકો જોઈને જ ઓળખી જાય છે કે પ્રાકૃતિક ખેતીનું ઉત્પાદન કેવું હોય છે અને રાસાયણિક ખેતીનું ઉત્પાદન કેવું હોય છે. બીજું કે કૃત્રિમ ખેતીથી થતા પાકનો સ્વાદ ફિક્કો લાગે છે, તેઓ આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયા ત્યારથી તેનામાં પ્રાકૃતિક કૃષિ અંગે વધારે સભાનતા આવી તેવું તેમણે ઉમેર્યું. તેઓ જણાવે છે કે મોડેલ ફાર્મ બનાવવા બદલ તેમને ૧૩ હજાર જેટલી સહાય પણ મળી છે. 


સુંદરબેન વધુમાં જણાવે છે કે પ્રાકૃતિક ખેતી માટે તેઓ દશપર્ણી અર્ક બનાવી રાખે છે જે તેમના ખેતરમાં ખુબ ફાયદાકારક છે તેને બનતા ૪૮ દિવસનો સમય લાગે છે માટે તેઓ અગાઉથી બનાવીને રાખે છે અને આ દ્રવ્યનો આયોજન પૂર્વક છટકાવ કરવો પડે છે. આ સિઝનમાં તેમને ભીંડા, રીંગણ, દુધી હળદર અને પાપડીમાંથી જ ૭૦-૮૦ હજાર નફો મળવાની સંભાવના છે. આપણે આશા રાખીએ કે સ્ત્રી સશક્તિકરણના આ યુગમાં માતા-પુત્રીની જોડી ખુબ આગળ વધે અને લોકોને શુદ્ધ સાત્વિક ખોરાકનો સંદેશાની સાથે નારી શક્તિનો પરિચય પણ કરાવે.

ગુજરાત આત્મીયતા ન્યૂઝ તાપી : 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल