વ્યારા પોલીસ સ્ટેશનમાં પશુ હેરાફેરીના ગુનાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી

તા.૧૮/૦૯/૨૦૨૫
શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, સુરત વિભાગ, સુરત તથા શ્રી જે.એન.દેસાઇ સાહેબ, પોલીસ અધિક્ષક, તાપી-વ્યારા નાઓએ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે અનુસંધાને
આજરોજ શ્રી ડી.એસ.ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, પો.ઇન્સ.શ્રી એન.જી.પાંચાણી એલ.સી.બી.તાપી નાઓની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ આનંદભાઇ ચેમાભાઇ બ.નં.૨૬૮ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીનાઓ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ આનંદભાઇ ચેમાભાઇ તથા એ.એસ.આઇ જગદીશભાઈ જોરારામભાઇ નાઓને મળેલ સંયુકત બાતમી આધારે વ્યારા જુના બસ સ્ટેશન પાસેથી વ્યારા પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૧૨૫૧૩૫૩/૨૦૨૫ પશુ ઘાતકીપણાનો કાયદો ૧૯૬૦ ની કલમ ૧૧ડી,ઇ તથા પશુ સરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૭ ની કલમ-૬(ક)(૪), ૮(૪) તથા સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ ૨૦૧૫ (૧૧મો સુધારો) ના રૂલ્સ નં.૧૨૫(ઇ) મુજબના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- આમીન શકિલ કુરેશી ઉ.વ.૨૨ રહે ઇસ્લામપુર નવાપુર, તા.નવાપુર, જી.નંદુરબાર (મહા.) નાને પકડી પાડી તા.૧૮/૦૯/૨૦૨૫ ના કલાક-૧૪/૦૦ વાગે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ-૩૫(૧)જે મુજબ અટક કરી આગળની વધુ કાર્યવાહી સારૂ વ્યારા પો.સ્ટે. ને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી ડી.એસ.ગોહિલ એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી એન.જી.પાંચાણી નાઓની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ જગદીશભાઇ જોરારામ બ.નં.૩૮૮, એ.એસ.આઇ. જયેશભાઇ લીલકીયાભાઇ બ.ન.૬૫૪, અ.હે.કો અનિરૂધ્ધસિંહ દેવસિંહ બ.નં.૭૧૬ તથા અ.પો.કો.રવિંદ્રભાઇ મહેન્દ્રભાઈ બ.ન.૯૦૭ તમામ નોકરી એલ.સી.બી તથા એ.એસ.આઇ આનંદભાઇ ચેમાભાઇ બ.નં.૨૬૮, અ.પો.કો. દિપકભાઈ સેવજીભાઇ બ.ન.૯૧૪, અ.પો.કો વિનોદભાઇ ગોકળભાઇ બ.નં.૯૧૫, અ.પો.કો રાહુલભાઇ દિગમ્બરભાઇ બ.નં.૭૪૦ તમામ નોકરી પેરોલ ફલો સ્કોર્ડ તાપી નાઓએ સરાહનીય કામગીરી કરેલ છે.
ગુજરાત આત્મીયતા ન્યૂઝ તાપી : બારડોલી






