
વલસાડ :- ચાલુ ટ્રેનમાં મુસાફરી કરતા ફરિયાદ કરનારશ્રીને ચાર ઇસમોએ ભેગા મળી ઢીક્કા-મુક્કીનો મારમારી ધમકીઓ આપી ઇજા પહોંચાડી જાહેર જગ્યાએ કાયદા વ્યવસ્થા સુલેહ શાંતિનો ભંગ કરતા ચાર ઇસમોને પકડી પાડતી “વલસાડ રેલ્વે (GRP) પોલીસે સરાહનીય કામગીરી કરી છે..
મહે. અધિક પોલીસ મહાનિદેશક શ્રી પરીક્ષીતા રાઠોડ સાહેબ (રેલ્વેઝ) ગુ.રા.અમદાવાદ તથા પોલીસ અધિક્ષક શ્રી અભય સોની . પ.રેલ્વે વડોદરા અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એચ ગોર . પ.રેલ્વે સુરત વિભાગ સુરતનાઓ દ્વારા વલસાડ રેલ્વે સ્ટેશન હદ વિસ્તારમાં બનતા ચોરીના ગુનાઓ શોધી કાઢવા અને Mission Clean Station સાર્થક કરવા સુચનાઓ અને માર્ગદર્શન આપવામા આવેલ હોય.
જે સંદર્ભ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સપેક્ટર એમ.બી.વસાવાનાઓએ વલસાડ રેલવે સ્ટેશને આવતા જતા પેસેન્જરોનાં ચોરીનાં ગુનાઓ ઉકેલ્ય હતા ઓનાં મુદામાલ મળી આવેથી તેના મુળ માલિકોને પરત કરવા સુચનાઓ આદેશ આપેલ છે..
ગુજરાત આત્મીયતા ન્યૂઝ : 9016924808






