આખો સમાજ બ્રહ્મનિયંત્રિત છે.’ “આત્મીયતા”

કોઈ વ્યક્તિ એમ માને કે પ્રસંગ નથી બનવાના, એ ખોટી વાત છે. બનવાના, બનવાના, બનવાના જ… રજોગુણ, તમોગુણ કાઢવા માટે પ્રસંગોની બહુ જરૂર નથી પડવાની પણ સાત્ત્વિકભાવને કાઢવા માટે પ્રસંગો અનિવાર્ય છે જ. એટલે તમારા પર કોઈ કૂદવા આવે તો કૂદવા દેજો. પણ અભાવ નહીં લેતા. સાત્ત્વિકભાવ એટલે ખરાબમાં ખરાબ ભાવ છે.

રાજસી, તામસી ભાવની બહુ પડી ના હોય. આપણામાં સાત્ત્વિકભાવ છે, એ સાત્ત્વિકભાવને કાઢવા પ્રસંગો બનવાના જ. આપણે ભૂલ ન કરી હોય તો પણ આપણે માથે પડનારા આવવાના જ… એમાં કોઈનોય વાંક નથી એટલે એ બાબતમાં જાગ્રત રહેવાનું.

સાત્ત્વિકભાવ કાઢવા માટે પ્રસંગો જોઈએ, જોઈએ ને જોઈએ જ. રજોગુણ, તમોગુણ કાઢવા માટે પ્રસંગોની બહુ જરૂર નથી. હું સમજુ છું, હું ડાહ્યો છું, હું વ્યવસ્થિત છું, હું સરસ છું, હું બુદ્ધિશાળી છું- એવા જે સાત્ત્વિકતાના ભાવો છે. બીજા શું સમજે ? બીજા આમ છે-તેમ છે, એમ સમજ્યા વિના માપનાર માણસો માટે પ્રસંગો અનિવાર્ય. ભગવાન સ્વામિનારાયણ સાચા કે ખોટા પ્રસંગો ઊભા કરીને તમારા અહંતા-મમતાના વિચિત્રભાવો… રાજસી,

તામસી અને સાત્ત્વિકભાવોને કાઢવા માટે પ્રભુ પ્રસંગો ઉભા કરવાના તે વખતે એક જ શબ્દ યાદ રાખવાનો- ‘કર્તાહર્તા’

કર્તાહર્તા શબ્દ પ્રાણ છે. મને ધારો કે તમારી જોડે હેત છે તમે મને ના બોલાવો પણ બીજા બેને બોલાવો ને એ લોકો પાછા જાય ત્યારે મગજ ચકરાવે ચઢે. “મને ના કહેવડાવ્યું ? મને ના બોલાવ્યો ? મને ભૂલી ગયા?’ અરે કોઈ કોઈને ભૂલતા નથી. તું શાંતિ રાખ. શાંતિથી ભજન કર. બધું જ સરસ થઈ રહ્યું છે. પપ્પાજીનું સૂત્ર મને બહુ ગમે, ‘આખો સમાજ બ્રહ્મનિયંત્રિત છે.’

પ્રસંગો બનવાના. આપણો કોઈ વાંક ના હોય છતાંય આપણને કોઈ વઢે કે, ‘તું આવો જ છે’, આપણી માટે કોઈએ સ્ટેટમેન્ટ આપ્યું ને એ શબ્દો આપણી પાસે આવે, આપણી કોઈ ભૂલ ના હોય અને કોઈ કહે, “એણે કરી જ હશે.” પાછું એના દિમાગમાં પાકું હોય… એ બધી વાતો આપણે વિચાર્યા કરીએ કે, “હું એકદમ સાચો જ છું અને આના દિમાગમાં ખોટું કેમ પાકું થઈ ગયું છે ? તો પણ તમારે ખરખરો કર્યા સિવાય ભજન અને સ્વાધ્યાય જ કરવો જોઈએ.

એક જ સુપ્રિમ કાયદો છે.

એ ભગવાન સ્વામિનારાયણના! એમને સ્વીકારી લો.

એ ભગવાન સ્વામિનારાયણના છે ! એ સુધરશે.

એ ભગવાન સ્વામિનારાયણના સંબંધમાં છે ને ! બધો ન્યાય મળશે.

આપણે સરળ થઈ સેવકભાવે થાય તે સેવા કરતાં રહીએ, આત્મીયતા વધારતાં રહીએ. એટલે મેં વર્ષો પહેલા સૂત્ર આપેલું
Hari swami : દાસ ના દાસ

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल